સ્થાનિક રોકાણકારોનું હોલ્ડિંગ સપ્ટે.-21ના 23.54 ટકાથી વધી 24.03 ટકા થયું

સ્થાનિક રોકાણકારોએ આ ગાળા દરમિયાન રૂ. 17597 કરોડની નેટ ખરીદી કરી

અમદાવાદઃ સપ્ટેમ્બરના અંતે પુરાં થયેલા ક્વાર્ટર દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્સ્યોરન્સ કંપનીઓ, બેન્કો, નાણાકીય સંસ્થાઓ તેમજ પેન્શન ફંડ્સ વગેરેનું ઇક્વિટી માર્કેટમાં હોલ્ડિંગ ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. જ્યારે એફપીઆઇ કે જે માર્કેટ માટે મોટું ચાલક બળ ગણાય છે તેનું હોલ્ડિંગ 10 વર્ષા તળિયે જઇ બેઠું છે.

PRIME Database Groupના અહેવાલ અનુસાર વિદેશી નાણાકીય સંસ્થાઓએ સપ્ટેમ્બર-22ના અંતે પુરાં થયેલા ક્વાર્ટર માટે રૂ. 48570 કરોડની નેટ ખરીદી કરી હોવા છતાં તેમનું હોલ્ડિંગ સપ્ટે.-21 ક્વાર્ટરના 19.20 ટકા સામે 19.03 ટકા થયું છે.

” વિદેશી વેચવાલીના આક્રમણ સામે સ્થાનિક સંસ્થાઓનો વળતો જવાબ

વિદેશી નાણાકીય સંસ્થાઓએ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન હિસ્સો ઘટાડ્યો છે. પરંતુ સ્થાનિક સંસ્તાઓએ જંગી કાઉન્ટર બેલેન્સ દ્વારા ભારતીય શેરબજારોને અન્ય શેરબજારોની સ્થિતિની સરખામણીમાં મજબૂતાઇ બક્ષી છે. એફપીઆઇ અને ડીઆઇઆઇના હોલ્ડિંગ વચ્ચેનો ગેપ પણ ધીરે ધીરે ઘટી રહ્યો છે. એફપીઆઇ કરતાં ડીઆઇઆઇનું હોલ્ડિંગ હવે 22.30 ટકા જ ઓછું રહ્યું છે. જે માર્ચ-15ના અંતે 55.45 ટકા નીચું રહ્યું હતું. – પ્રણવ હલ્દિયા, મેનેજિંગ ડિરેક્ટર, પ્રાઇમ ડેટાબેઝ ગ્રૂપ

11 કંપનીઓમાં હોલ્ડિંગ વધ્યું

આસ્ટ્રાલ, ઉનો મિન્ડા, અતુલ, મહારાષ્ટ્ર સિમલેસ, શેર ઇન્ડિયા સિક્યુરિટીઝ, મિરઝા ઇન્ટરનેશનલ, સારદા એનર્જી, મેઘમણી ઓર્ગેનિક્સ, મિ. બેક્ટર્સ ફુડ, એનસીએલ ઇન્ડ અને પોદ્દાર હાઉસિંગ એમ 11 કંપનીઓમાં પ્રમોટર્સ, એફપીઆઇ અને ડીઆઇઆઇ એમ તમામનો સ્ટેક વધ્યો છે.

        June 2022 to September 2022 quarter દરમિયાન કોણે ખરીદ્યું કોણે વેચ્યું

 Detailsકેટલી કંપનીમાં હોલ્ડિંગ વધ્યુંક્વાર્ટરમાં એવરેજ ભાવમાં ફેરફાર(%)કેટલી કંપનીમાં હોલ્ડિંગ ઘટ્યુંક્વાર્ટરમાં એવરેજ ભાવમાં ફેરફાર (%)
FPIs76419.4755212.00
DIIs48217.0947917.27
MFs35815.8333515.43
Insurance Companies27016.2726215.38
LIC727.7410511.31
Private Promoters15917.7629914.16
GOI (as Promoter)0N.A.0N.A.
Retail82710.8090122.34
HNI64920.7090914.60

Source: primeinfobase.com