EDELWEISS AMC દ્વારા મલ્ટિમેનેજર ઇક્વિટી ફંડ – સિરીઝ I લૉન્ચ કર્યું
અમદાવાદ, 19 ડિસેમ્બર: ઍડલવાઇસ અસેટ મેનેજમેન્ટ લિમિટેડ (ઍડલવાઇસ AMC) દ્વારા 19 ઑગસ્ટ, 2025ના રોજ ગિફ્ટ સિટીમાં તેની કોઈ શાખા ખોલવા ઉપરાંત ઍડલવાઇસ ઇન્ડિયા મલ્ટિમેનેજર ઇક્વિટી ફંડ – સિરીઝ I, પણ લૉન્ચ કરવામાં આવ્યું છે. ઍડલવાઇસ AMC દ્વારા તેની વૈશ્વિક વૃદ્ધિ સંબંધિત વ્યૂહરચનામાં ટેક્સ સંબંધિત પ્રોત્સાહનો, સરળ અનુપાલન, વિશ્વસ્તરીય માળખાગત સુવિધા અને રોકાણકારો માટે સુસંગત ઇકોસિસ્ટમ સાથે ભારતના અગ્રણી IFSC તરીકે ગિફ્ટ સિટીના દરજ્જાનો લાભ મેળવી શકે છે.
ભારતનું અર્થતંત્ર 4.27 ટ્રિલિયન ડૉલરના GDP સાથે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે, જે માળખાગત સુવિધાઓ, વ્યવસાયમાં અસંખ્ય સુધારાઓ, ટેક્નોલોજી, વસ્તીવિષયક ડિવિડન્ડ અને સસ્ટેનિબિલિટી જેવા વિકાસના મહત્ત્વના પરિબળો દ્વારા સંચાલિત છે. ભારતની લગભગ 60% જેટલી વસ્તી કામકાજ કરનારી વયની હોવાથી, ભારત વસ્તીવિષયક ડિવિડન્ડનો આનંદ માણે છે, જેનો લાભ આગામી 30 વર્ષ સુધી આપણને મળવાની આશા છે. કુલ વસ્તીમાં કામકાજ કરનારી વયની વસ્તીનું પ્રમાણ મોટું હોવાને કારણે GDP વૃદ્ધિ દર ઊંચો રહી શકે છે.

ઍડલવાઇસ AMCના MD અને CEO રાધિકા ગુપ્તાએ જણાવ્યું કે, “ગિફ્ટ સિટીમાં અમારા આ લૉન્ચ સાથે, અમે વૈશ્વિક રોકાણકારોને ભારતની વૃદ્ધિમાં ભાગ લેવા માટે વિશ્વસનીય અને કાર્યક્ષમ પથ પ્રદાન કરવા માટે સર્વોત્તમ સ્થિતિમાં છીએ, આની સાથે જ ભારતીય રોકાણકારોને વૈશ્વિક પ્રોડક્ટની વિશાળ શ્રેણીનો ઍક્સેસ મેળવવા માટે સક્ષમ બનાવીએ છીએ. નિયમોમાં સ્પષ્ટતા, સ્પર્ધાત્મક ખર્ચ અને સીમલેસ ક્રોસ-બોર્ડર ઍક્સેસ સાથે ગિફ્ટ સિટી વિશ્વસ્તરીય પ્લૅટફોર્મ પ્રદાન કરે છે. જે વૈશ્વિક રોકાણકારો માટે ભારતમાં રોકાણ કરવાનું તેમજ ભારતીય રોકાણકારો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણમાં વૈવિધ્યીકરણની સરળતા પ્રદાન કરે છે. જેમ જેમ ભારતનો આર્થિક પ્રભાવ વધતો જઈ રહ્યો છે, તેમ તેમ દેશમાં મૂડી પ્રવાહને વધારવામાં તથા મૂડીને અન્ય દેશોમાંથી લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે આપણે તૈયાર છીએ.”
ઍડલવાઇસ ઇન્ડિયા મલ્ટિમેનેજર ઇક્વિટી ફંડ – સિરીઝ I, એ IFSCA (Fund Management) રેગ્યુલેશન 2025 હેઠળ કોઈ open -ended category III, ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIF) છે તેમજ SEBIમાં તેની નોંધણી કૅટેગરી I ફૉરેન પૉર્ટફોલિયો ઇન્વેસ્ટર (FPI) તરીકે કરવામાં આવી છે. Fund-of-fund તરીકેની તેની રચનાને કારણે ઑરિજિનલ મૂડીમાં લાંબા ગાળાની વૃદ્ધિના હેતુસર ઉચ્ચ ગુણવત્તાયુક્ત Flexicap(60%) અને Midcap (40%) ફંડના વૈવિધ્યસભર મિશ્રણમાં રોકાણ કરશે. રોકાણકારો માટે ફંડની પસંદગીમાં સરળતા પ્રદાન કરવા માટે, આ ફંડ દ્વારા ક્વૉન્ટિટેટિવ અને ક્વૉલિટેટિવ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
