અમદાવાદ, 12 ઓગસ્ટ:  પોતાની મૂલ્ય દરખાસ્તને મજબૂત બનાવવાના હેતુથી એક વ્યૂહાત્મક પહેલમાં એડ્મે ઇન્શ્યોરન્સ બ્રોકર્સ લિમિટેડ અને યુઆઈબી ઇન્શ્યોરન્સ બ્રોકર્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડે જરૂરી નિયમનકારી મંજૂરીઓ મળ્યા બાદ ભારતમાં તેના વ્યવસાયને સંકલિત કરવા માટેનો માર્ગ મોકળો કર્યો છે. આ બંને કંપનીઓના સાથે આવવાથી એડ્મેની ભારતીય ઇન્શ્યોરન્સ અને રિઇન્શ્યોરન્સ બ્રોકિંગ ઉદ્યોગમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક તરીકેની ઓળખ મેળવવાની સફરમાં એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ થયું છે. લાગુ પડતી કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ વિલિન થયેલી કંપની એડ્મે ઇન્શ્યોરન્સ બ્રોકર્સ લિમિટેડ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.

વિલિનીકરણ બાદ બનેલી કંપનીનો ઉદ્દેશ હોલસેલ, રિઇન્શ્યોરન્સ અને રિટેલ બ્રોકિંગમાં અગ્રણી સ્થાન મેળવવાનો, ભારતીય બજારમાં ક્લાયન્ટ્સને વેલ્યુ એક્રેડિટિવ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ તથા ટેક એનેબલ્ડ રિસ્ક મેનેજમેન્ટ સોલ્યુશન્સ ઓફર કરવાનો છે. યુઆઈબી ઈન્ડિયાનું એડ્મે સાથે આવવું તે ભારતમાં અગ્રણી ઇન્શ્યોરન્સ બ્રોકર્સ પૈકીની એક તરીકે ઉભરી આવવાના ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક રૂટ પર આગળ વધવાના એડ્મેના નિર્ધારિત ઉદ્દેશ્યની સાથે સંલગ્ન છે. આ વ્યૂહાત્મક મર્જર બે મજબૂત કંપનીઓને પૂરક મજબૂતાઈની સાથે લાવે છે.

એડ્મેનું સેક્ટર-ફોકસ્ડ ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટેનું વિઝન અને યુઆઈબી ઈન્ડિયાનો રિઇન્શ્યોરન્સ કુશળતા અને ક્લાયન્ટ્સ સાથેના ગહન સંબંધોનો વારસો. સાથે મળીને અમે ભારતમાં તમામ સેગમેન્ટ્સમાં ઇન્શ્યોરન્સનો પ્રસાર વધારવા, વિશિષ્ટ રિસ્ક સોલ્યુશન્સ બનાવવા અને ગ્રાહક અનુભવ વધારવા માટે સામૂહિક ક્ષમતાઓ, પ્રતિભાશાળી કર્મચારીઓ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ ઉઠાવીશું.

કંપનીનું ધ્યાન ઓછી સુવિધાઓ ધરાવતા ક્ષેત્રો માટે વિશિષ્ટ ઓફરિંગ્સ બનાવવાનું, લોકો તથા ટેક્નોલોજીમાં રોકાણ કરવા અને કામગીરી વધારવા તેમજ નવીનતમ અને શ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરા પાડીને અમારા ગ્રાહકોના હિતોને સાચવવાનું ચાલુ રાખવા પર રહેશે.

અમે અમારા ગ્રાહકો અને અન્ય હિસ્સેદારોને અમારી કંપનીઓના એકીકરણની પ્રક્રિયામાં સરળ અનુભવની ખાતરી આપીએ છીએ. સંયુક્ત નેતૃત્વ પ્રામાણિકતા, પારદર્શિતા અને ગ્રાહક કેન્દ્રિતતાના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ રહે છે. એડ્મે ઇન્શ્યોરન્સ બ્રોકર્સે 2024માં આદિત્ય બિરલા ઇન્શ્યોરન્સ બ્રોકર્સને હસ્તગત કરી હતી અને તેના હસ્તાંતરણ પછી, એડ્મેએ ગતિશીલ આંતરરાષ્ટ્રીય વીમા બજારને અનુરૂપ તેના ગ્રાહકો માટે અનેક પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ રજૂ કર્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)