Emcure ફાર્માએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 583 કરોડ એકત્ર કર્યાં
અમદાવાદ, 3 જુલાઇઃ Emcure ફાર્માસ્યુટિકલ્સે એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 583 કરોડ એકત્ર કર્યાં છે. એન્કર બુકમાં એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એમએફ, એસબીઆઇ એમએફ, નિપ્પોન ઇન્ડિયા એમએફ, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ગોલ્ડમેન સૅશ એસેટ મેનેજમેન્ટ, નોમુરા, એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અને એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની સામેલ છે.
ફાર્મા કંપનીએ 48 ફંડ્સને પ્રતિશેર રૂ. 1,008ની કિંમતે 57.8 લાખ ઇક્વિટી શેર્સ ફાળવવાનો નિર્ણય કર્યો છે, જે સાથે ટ્રાન્ઝેક્શનનું કુલ કદ રૂ. 582.6 કરોડ થવા પામે છે, તેમ બીએસઇની વેબસાઇટ ઉપર એક પરિપત્રમાં જણાવાયું હતું.
આ ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિશેર રૂ. 960થી રૂ. 1,008 છે અને જાહેર સબસ્ક્રિપ્શન 3 જુલાઇના રોજ ખૂલીને 5 જુલાઇએ બંધ થશે. આ જાહેર ભરણાનું કુલ કદ રૂ. 1,952 કરોડ છે. બ્રોકરેજ હાઉસિસે ઇશ્યૂ બાદ કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 19,000 કરોડથી વધુ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, જેફરિઝ ઇન્ડિયા, એક્સિસ કેપિટલ અને જેપી મોર્ગન ઇન્ડિયા ઇશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજર્સ છે. કંપનીના ઇક્વિટી શેર્સ 10 જુલાઇના રોજ બીએસઇ અને એનએસઇ ઉપર લિસ્ટ થવાની આશા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)