એમ્ફોર્સ ઓટોટેકનો IPO 90 ટકા પ્રીમિયમે લિસ્ટ થયો
અમદાવાદ, 1 મે : ઓટોમોટિવ કોમ્પોનન્ટ ઉત્પાદક એમ્ફોર્સ ઓટોટેક લિમિટેડ બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ ઉપર રૂ. 98ના ફિક્સ્ડ પ્રાઇઝ બેન્ડ ઉપર 90 ટકા પ્રીમિયમ સાથે રૂ. 186.20ના ભાવે લિસ્ટેડ થયો હતો. ગત સપ્તાહે કંપનીના ઇશ્યૂમાં ક્યુઆઇબી પોર્શન 161 ગણો, એનઆઇઆઇ પોર્શન 862 ગણો તથા આરઆઇઆઇ ક્વોટા 268 ગણો છલકાવા સાથે કુલ સબસ્ક્રિપ્શન 365 ગણું મળ્યું હતું. આઇપીઓમાં બુક બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 54.99 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ હતો. ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ અને રજિસ્ટ્રાર લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે.
આઇપીઓમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ તેની પેટા કંપની એમફોર્સ મોબિલિટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (ઇએમએસપીએલ) માટે હિમાચલ પ્રદેશમાં બડ્ડીમાં ઝારમાજરી ખાતે નવા પ્લાન્ટની સ્થાપના કરવા, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાનો આશય ધરાવે છે. ઇએમએસપીએલ ઓટોમોટિવ અને એન્જિનિયરીંગ ઇન્ડસ્ટ્રી માટે રોટાવેટર બ્લેડ અને સ્ટીલ ફોર્જિંગનું ઉત્પાદન કરે છે. એમફોર્સ ઓટોટેકની સ્થાપના ફર્સ્ટ-જનરેશન આંત્રપ્રિન્યોર અશોક મહેતાએ કરી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)