TIECON અમદાવાદ કોન્ફરન્સ: 1,000થી વધુ ઉદ્યોગસાહસિક, ઈનોવેટર્સ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે નેટવર્કિંગ, સહયોગ અને વિચારોના આદાનપ્રદાન

અમદાવાદ, 25 નવેમ્બર: અમદાવાદ ખાતે 700થી વધુ ઉદ્યોગસાહસિકો, ઈનોવેટર્સ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે TiECON અમદાવાદ 2023 ઈવેન્ટ શુક્રવારે યોજાઇ હતી. ઉદ્યોગસાહસિકતાને મેરેથોન સાથે સરખાવતા TiE અમદાવાદના પ્રેસિડન્ટ જતીન ત્રિવેદીએ મેરેથોન દોડવીરની ડિમાન્ડિંગ જર્ની અને ઉદ્યોગસાહસિકની સફળથા માટે જરૂરી ગુણો વચ્ચે સમાનતા દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે, પોતાને સફળતાને માર્ગે આગળ વધારવા માટે ધીરજ, અડચણોને દૂર કરતા સ્થિર વલણ અને લક્ષ્યાંક પર ધ્યાન કેન્દ્રિત કરવી સહનશક્તિ કેળવવી જરૂરી છે. જે મેરેથોનની જેમ આંત્રપ્રિન્યોરશિપનો માર્ગ હંમેશા સરળ હોતો નથી. તેમાં પણ અનેક અડચણો-પડકારો આવતા હોય છે.

TiECON અમદાવાદ ખાતે મુખ્ય અતિથિ તરીકેના સંબોધનમાં, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ અમૂલની સફળતા માટેનું વિઝન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, અમૂલની વાર્તા એ ભારતની કહાની છે, અમૂલે રોજના 240 લીટર દૂધથી કરેલી શરૂઆત આજે હવે દરરોજ 300 લાખ લિટરની ખરીદી કરે છે. અમૂલે ભારતને વિશ્વનું સૌથી મોટું દૂધ ઉત્પાદક રાષ્ટ્ર બનાવવામાં અને ખેડૂતોને સશક્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તે મહિલા સશક્તિકરણ અને મહિલા- આધારિત વિકાસનું પણ એક મહાન મોડલ છે.

GCMMF: દૂધ ઉત્પાદનમાં દેશનો હિસ્સો હાલમાં 24%થી વધારીને 33% કરશે: વિશ્વમાં ભારતને ડેરી હબ બનાવવાની બ્લુપ્રિન્ટ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, તેઓ ગામડાંઓની 2 લાખ ડેરી કો-ઓપરેટિવની સંખ્યા બમણી 4 લાખ સુધી પહોંચાડી 2030 સુધીમાં વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં દેશનો હિસ્સો હાલમાં 24%થી વધારીને 33% કરશે.

ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં ઘણા ઈનોવેશન થઈ રહ્યા છે. સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી વિદ્યાર્થી ઈનોવેટર્સને તેમના વિચારોને ઈનોવેશનમાં પરિવર્તિત કરવામાં મદદરૂપ થવા મૂડી, માર્ગદર્શન અને હેન્ડહોલ્ડિંગ સાથે ટેકો આપી રહી છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)