SME પ્લેટફોર્મ પર એમ્ફોર્સ ઓટો, શિવમ કેમિકલ્સ, વાર્યા ક્રિએશનના IPOની એન્ટ્રી
SME IPO List At a Glance
Company | Open | Close | Lead Manager | Price (Rs) |
Emmforce Autotech | Apr23 | Apr25 | Beeline Capital | 9398 |
Shivam Chemicals | Apr23 | Apr25 | Aryaman Financial | 44 |
Varyaa Creations | Apr22 | Apr25 | Inventure Merchant | 150 |
Faalcon Concepts | Apr19 | Apr23 | Navigant Corporate | 62 |
અમદાવાદ, 22 એપ્રિલઃ
પ્રાઇમરી માર્કેટમાં ધીરે ધીરે ઇશ્યૂઓની સંખ્યાનો પ્રવાહ ઘટી રહ્યો છે. આ સપ્તાહે મેઇનબોર્ડમાં જેએનકે ઇન્ડિયાનો એકમાત્ર આઇપીઓ ખૂલી રહ્યો છે. તેની સામે SME પ્લેટફોર્મ ઉપર 3 નવા આઇપીઓ એન્ટ્રી લઇ રહ્યા છે. અને એક આઇપીઓ કન્ટીન્યૂ થઇ રહ્યો છે. આમ કુલ ચાર SME આઇપીઓ રહેશે. વાર્યો ક્રિએશન્સ, શિવમ કેમિકલ્સ, એમ્ફોર્સ ઓટોટેક ઉપરાંત ફાલ્કન કન્સેપ્ટ્સના આઇપીઓમાં રોકાણકારો માટે આ સપ્તાહે રોકાણની તક રહેશે. તે પૈકી એમ્ફોર્સ ઓટોટેકનો આઇપીઓ વધુ આકર્ષક જણાય છે. કંપની રૂ. 93-98ની પ્રાઇસબેન્ડ સાથે રૂ. 53.90 કરોડ એકત્ર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યુના લીડ મેનેજર તરીકે બીલાઇન કેપિટલ છે.
VARYAA creations
ઈશ્યુ પ્રાઇસ | રૂ. 150 |
લોટ સાઈઝ | 1000 શેર |
લિસ્ટિંગ | BSE SME |
વાર્યો ક્રિએશન લિમિટેડ સોના, ચાંદી, કિંમતી પથ્થર, અર્ધ- કિંમતી પથ્થરના જથ્થાબંધ વેપારના વ્યવસાયમાં વ્યસ્ત છે મુંબઈમાં જોબ વર્કર દ્વારા તેની જવેલરી બનાવે છેB2B અને B2C પ્લેટફોર્મ દ્વારા જવેલરીનું વ્યાપકપણે વેચાણ કરે છે. શેરદીઠ રૂ. 150ની પ્રાઇસ અને ન્યૂનતમ 1000 શેર્સ માટે અરજી કરવાની રહેશે. કંપનીના શેર્સ બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
શિવમ કેમિકલ્સ લિમિટેડ
ઈશ્યુ પ્રાઇસ | રૂ. 44 |
લોટ સાઈઝ | 3000 શેર |
લિસ્ટિંગ | BSE SME |
ઓક્ટોબર 2010 માં સ્થાપિત, શિવમ કેમિકલ્સ લિમિટેડ હાઈડ્રેટેડ લાઈમ કિલ્શિયમ હાઈડ્રોક્સાઇડ)નું ઉત્પાદન કરે છે અને પોલ્ટી ડી: સપ્લીમેન્ટ (MBM), ડી-કેલ્શિયમ ફોસ્ફેટ (હીડ ગ્રેડ), મેગ્નેશિયમ ઓક્સાઈડ, લાઈમસ્ટોન પાવડર અને વધુ સહિત વિવિધ ઉત્પાદનોનું વિતરણ કરે છે. કંપની 250,000 મેટ્રિક ટનથી વધુ વિવિધ ઉત્પાદનોની સપ્લાય કરેલ છે. સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની શિવમ કેમિકલ્સ એન્ડ મિનરલ્સ પ્રાઈવેટ લિમિટેડ 60,000 રૂની ઉત્પાદન ક્ષમતા સાથે દહેજ ગુજરાત ખાતે આવેલી છે.
એમ્ફોર્સ ઓટોટેક લિમિટેડ
પ્રાઈઝ બેન્ડ | રૂ. 93-98 |
લોટ સાઈઝ | 1200 શેર |
ઈશ્યુ સાઈઝ | રૂ. 53.90 કરોડ |
લિસ્ટિંગ | NSE EMERGE |
એમ્ફોર્સ ઓટોટેક લિમિટેડની સ્થાપના 2012 માં કરવામાં આવી હતી. અને તે વિશિષ્ટ વાહનો માટે ડ્રાઈવટ્રેન ભાગોના ઉત્પાદક અને નિકાસકાર છે. કંપનીની પ્રોડક્ટ લિસ્ટમાં ડિફરન્શિયલ હાઉસિંગ, ડિહરન્શિયલ લોક્સ, ડિફરન્શિયલ કવર, AWD લોલિંગ હબ, સ્પિન્ડલ, એકસેલ્સ અને શાફ્ટ, ગિયર શિફ્ટર્સ, પોક્સ, ડિકરન્સિયલ સ્કુલ, ડિફરન્સિયલ ટૂલ્સ અને વિવિધ બનાવટી/કાસ્ટ ડિફરન્સિયલ પાર્ટ્સનો સમાવેશ થાય છે જે મુખ્યત્વે AWD અને ઉચ્ચ-પ્રદર્શન રેસિંગ માટે છે. કંપની રૂ. 53.90 કરોડના ભંડોળ એકત્ર કરવા માટે બુક- બિલ્ડ પબ્લિક ઈશ્યુ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઈશ્યુ ભરણા માટે 23મી એપ્રિલના રોજ ખુલશે અને 25મી એપ્રિલ સુધી ખુલ્લો રહેશે.
ફાલ્કન કોન્સેપ્ટસ લિમિટેડ
ઈશ્યુ પ્રાઇસ | રૂ. 62 |
લોટ સાઈઝ | 2000 શેર |
લિસ્ટિંગ | BSE SME |
2018માં સ્થપાયેલી ફાલ્કન કોન્સેપ્ટ્સના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં ગ્લેઝિંગ/પડદાની દિવાલો, એલ્યુમિનિયમના દરવાજા અને બારીઓ, સ્કાયલાઈટ્સ, કેનોપીઝ, ફ્રેમલેસ ગ્લેઝિંગ, એમએસ સ્ટ્રક્ચર્સ, સ્ટોન ક્લેડીંગ, મેટલ કલેડીંગ અને રૂફિંગનો સમાવેશ થાય છે. કંપનીની ગ્રાહક યાદીમાં એસ્પિરિટ ટેકનો કન્સલ્ટન્ટ પ્રાઈવેટ લિમિટેડ, ગેલેક્સી મેગ્નમ ઈન્કા નાઈટ લિમિટેડ, ભમ્બર ફિલ્મ્સ, મેકોન્સ ઈન્કા પ્રાઈવેટ લિમિટેડ, સિલ્વર્સ વગેરેનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)