એન્વિરો ઇન્ફ્રા એન્જિનિયર્સે DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 2 જુલાઇઃ એન્વિરો ઇન્ફ્રા એન્જિનિયર્સ લિમિટેડ (“The Company”, “EIEL”) એ 26 જૂન, 2024ના રોજ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) પાસે તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યો છે.
કંપની સરકારી ઓથોરિટીઝ/સંસ્થાઓ માટે વોટર એન્ડ વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (WWTPs) અને વોટર સપ્લાય સ્કીમ પ્રોજેક્ટ્સ (WSSPs) ની ડિઝાઇન, બાંધકામ, સંચાલન અને મેન્ટેનન્સના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપની ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 10/- ફેસ વેલ્યુ) દ્વારા ભંડોળ એકત્ર કરવાની દરખાસ્ત કરે છે જેમાં 4,42,32,000 ઇક્વિટી શેર્સ સુધીના ફ્રેશ ઇશ્યૂ અને 52,68,000 ઇક્વિટી શેર (“ટોટલ ઈશ્યૂ સાઈઝ”)ની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
ઇશ્યૂ યોજવાના મુખ્ય હેતુઓઃ
કંપની ફ્રેશ ઈશ્યૂમાંથી મળનારી ચોખ્ખી આવકનો ઉપયોગ આ કામ માટે કરશે (i) કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવી; (ii) ઉત્તર પ્રદેશના મથુરા ખાતે ‘મથુરા સીવરેજ સ્કીમ’ શીર્ષક હેઠળના પ્રોજેક્ટ હેઠળ 60 MLD STP બાંધવા માટે તેની પેટાકંપની EIEL મથુરા ઇન્ફ્રા એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ (“EIEL મથુરા”) માં ભંડોળ ઠાલવવું, જેમાં હાઇબ્રિડ એન્યુઈટી આધારિત પીપીટી મોડ મારફત 15 વર્ષ સુધી સંચાલન અને જાળવણી સામેલ છે; (iii) અમારા કેટલાક બાકી દેવાની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી/પૂર્વચુકવણી અને (iv) ભાવિ પ્રોજેક્ટ્સ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ.
લીડ મેનેજર્સઃ હેમ સિક્યોરિટીઝ એ પબ્લિક ઈશ્યૂની એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)