Enviro Infra Engineersનો IPO 22 નવેમ્બરે ખૂલશે,પ્રાઇસબેન્ડ રૂ.140-148
ઇશ્યૂ ખૂલશે | 22 નવેમ્બર |
ઇશ્યૂ બંધ થશે | 26 નવેમ્બર |
ફેસ વેલ્યૂ | રૂ. 10 |
પ્રાઇસબેન્ડ | રૂ.140-148 |
લોટ સાઇઝ | 101 શેર્સ |
એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ | રૂ. 13 |
લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
Businessguajrat.in rating | 7\10 |
અમદાવાદ, 19 નવેમ્બર: એન્વિરો ઇન્ફ્રા એન્જિનિયર્સ લિમિટેડ 22 નવેમ્બર, 2024ના રોજ ઇક્વિટી શેરના તેના આઈપીઓના સંદર્ભે તેની બિડ/ઓફર ખોલશે. ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 10 ની ફેસ વેલ્યુના)ની કુલ ઓફર સાઇઝમાં 3,86,80,000 સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (The “Fresh Issue”) તથા 52,68,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર નો સમાવેશ થાય છે. આ ઓફરમાં લાયક કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે 1,00,000 સુધીના ઇક્વિટી શેર્સના રિઝર્વેશનનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ ગુરૂવાર, 21 નવેમ્બર, 2024 રહેશે. બિડ/ઓફર શુક્રવાર, 22 નવેમ્બર, 2024ના રોજ ખૂલશે અને મંગળવાર, 26 નવેમ્બર, 2024ના રોજ બંધ થશે. ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 140 થી રૂ. 148 રાખવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 101 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 101 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. આ ઇક્વિટી શેર્સ દિલ્હી ખાતેની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં દાખલ કરાયેલા તારીખ 16 નવેમ્બર, 2024ના રોજના કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે.
ઇશ્યૂ યોજવા માટેના મુખ્ય હેતુઓ એક નજરે:
(1)કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે (2) હાઇબ્રિડ એન્યુઈટી આધારિત પીપીપી મોડ દ્વારા ઉત્તર પ્રદેશમાં મથુરા ખાતે મથુરા સેવરેજ સ્કીમ શીર્ષક હેઠળના પ્રોજેક્ટ હેઠળ 60 એમએલડી એસટીપી ઊભું કરવા માટે અમારી પેડાકંપની ઈઆઈઈએલ મથુરા ઇન્ફ્રા એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ (“EIEL Mathura”)માં ફંડ ઉમેરવા માટે (3) અમારા બાકી દેવા પૈકીના કેટલાકની સંપૂર્ણ અથવા આંશિકપણે ચૂકવણી કે પૂર્વચૂકવણી માટે (4) ન ઓળખેલા હસ્તાંતરણો દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથને ફંડિંગ માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે:
Period Ended | 30 Jun 2024 | 31 Mar 2024 | 31 Mar 2023 | 31 Mar 2022 |
Assets | 812.87 | 761.19 | 347.58 | 148.27 |
Revenue | 207.46 | 738 | 341.66 | 225.62 |
PAT | 30.78 | 110.54 | 54.98 | 34.55 |
Net Worth | 323 | 292.18 | 126.51 | 71.62 |
Reserves | 186.29 | 155.51 | 101.11 | 69.31 |
Total Borrowing | 305.59 | 233.59 | 64.54 | 18.11 |
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે:
એન્વિરો ઇન્ફ્રા એન્જિનિયર્સ લિમિટેડની સ્થાપના 2009 માં કરવામાં આવી હતી અને તે સરકારી એજન્સીઓ માટે પાણી અને વેસ્ટ-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (WWTPs) અને પાણી પુરવઠા પ્રોજેક્ટ્સ (WSSPs) ની ડિઝાઇન,બાંધકામ, સંચાલન અને જાળવણીમાં રોકાયેલ છે. ડબ્લ્યુડબ્લ્યુટીપીમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ , ગટર યોજના અને કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ નો સમાવેશ થાય છે જ્યારે ડબ્લ્યુએસએસપીમાં પમ્પિંગ સ્ટેશન અને પાણી પુરવઠા માટે પાઇપલાઇન નાખવાની સાથે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (ડબ્લ્યુટીપી)નો સમાવેશ થાય છે.
કંપની EPC અથવા HAM ધોરણે WWTPs અને WSSPs વિકસાવવા માટે રાજ્ય સરકારો અને ULB દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડરોમાં ભાગ લે છે. 30 જૂન, 2024 સુધી, કંપનીએ છેલ્લા સાત (7) વર્ષોમાં સમગ્ર ભારતમાં 28 WWTP અને WSSPs સફળતાપૂર્વક વિકસાવ્યા છે, જેમાં 10 MLD અને તેથી વધુ ક્ષમતાના 22 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)