આણંદ, 19 નવેમ્બર: ACFI એ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સહયોગથી આયોજિત કર્યો જાગૃતતા કાર્યક્રમનું 12 નવેમ્બરના રોજ આયોજન કર્યું હતું. કાર્યક્રમના લક્ષ્યાંકિત પ્રેક્ષકોમાં આણંદ, ખેડા અને વડોદરા જિલ્લાના ખેડૂતો અને ડીલર ડિસ્ટ્રીબ્યુટર હતા. ડીલર ડિસ્ટ્રીબ્યુટર ખેડૂતો સુધી માહિતી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખેડૂતો પણ હંમેશા પોતાની સમસ્યાઓ માટે તેમનો જ સંપર્ક કરે છે. તેને ધ્યાનમાં લેતા એસીએફઆઈ વિવિધ રાજ્યોમાં તેમના માટે જાગૃતતા કાર્યક્રમો સંચાલિત કરે છે. કૃષિ અધિકારીઓ અને કૃષિ યુનિવર્સિટી વૈજ્ઞાનિકોની સાથે ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર્સ ખેડૂતોને કૃષિ રસાયણોના સુરક્ષિત ઉપયોગ, તેના ઉપયોગ, ખરીદ, છંટકાવ, સંગ્રહ તથા અન્ય પાસાઓ વિશે જરૂરી માહિતી પૂરી પાડે છે. 

એસીએફઆઈના ડિરેસ્ટર જનરલ ડૉ. કલ્યાણ ગોસ્વામીએ ઉપજ વધારવા અને ખાદ્ય સુરક્ષાની ખાતરી કરવા માટે કૃષિ રસાયણોની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો. તેમણે કૃષિ રસાયણો સાથે જોડાયેલી વિભાવનાઓ પર પણ વાત કરી. તેમના સમર્થનમાં વાત કરતા ડૉ. શૈલેષ પટેલ, ડાયરેક્ટર ડીઈઈ, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટે જણાવ્યું કે ભારત અન્ય વિકસિત દેશોની સરખામણીમાં ઓછી માત્રામાં જંતુનાશકોનો ઉપયોગ કરે છે. તેથી ભારતીય ખેતીમાં જંતુનાશકોનો જરૂરિયાત વધુ ઉપયોગ યોગ્ય નથી. પરંતુ સાથે જ તેમણે જંતુનાશકોની તર્કપૂર્ણ યોગ્ય ઉપયોગ અને સારી પદ્ધતિઓની જરૂરિયાતો પર પણ પ્રકાશ પાડ્યો.

અન્ય પ્રવક્તામાં ડૉ. આર,જી. પરમાર, હેડ ઑફ પ્લાન્ટ પેથોલોજી, ડૉ. દિલિપ સિસોદિયા, હેટ ઑફ એગ્રીકલ્ચર એંટોમોલોજી શામેલ હતા. ઇન્ડસ્ટ્રીના દ્રષ્ટિકોણ માટે જીએસપી ક્રોપ સાયન્સ તરફથી ડૉ. દીપક પટેલ અને ધાનુકા એગ્રીટેક તરફથી શ્રી મયૂર અમેટાએ પણ જાગૃતતા કાર્યક્રમમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.