IPO ખૂલશે19 જાન્યુઆરી
IPO બંધ થશે23 જાન્યુઆરી
એન્કરબુક18 જાન્યુઆરી
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડરૂ.218-230
લોટ65 શેર્સ
ઇશ્યૂ સાઇઝ27828351 શેર્સ
ઇશ્યૂ સાઇઝ640.05 કરોડ
businessgujarat.in
rating
8/10

અમદાવાદ, 17 જાન્યુઆરી: ઇપેક ડ્યુરેબલ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની ફેસવેલવ્યૂ અને રૂ. 218-230ની પ્રાઇસબેન્ડ ધરાવતાં રૂ. 400 કરોડના 1,04,37,047 ઇક્વિટી શેર્સના IPO સાથે તા. 19 જાન્યુઆરીના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 23 જાન્યુઆરીના રોજ બંધ થશે.

એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ ગુરુવાર, જાન્યુઆરી 18, 2024 હશે. બિડ/ઓફર સબસ્ક્રિપ્શન માટે શુક્રવાર, 19 જાન્યુઆરી, 2024ના રોજ ખૂલશે. બિડ ઓછામાં ઓછા 65 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 65 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.

લિસ્ટિંગઃ કંપની તેના શેર્સનું લિસ્ટિિંગ બીએસઇ અને એનએસઇ ખાતે કરાવવાની દરખાસ્ત ધરાવે છે

લીડ મેનેજર્સઃ એક્સિસ કેપિટલ, DAM કેપિટલ એડવાઈઝર્સ અને ICICI સિક્યુરીટીઝ

ઇશ્યૂના મુખ્ય હેતુઓ

બાકી લોનના આંશિક અથવા સંપૂર્ણ રૂપે પુનઃચૂકવણી અને/અથવા પૂર્વ ચૂકવણીઉત્પાદન એકમોના વિસ્તરણ/સ્થાપન માટે મૂડી ખર્ચના ફંડિંગસામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઇશ્યૂમાંનો ઉપયોગ કરવાની દરખાસ્ત ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ નાણાકીય કામગીરી એક નજરે

સમયગાળોSep23Mar23Mar22Mar21
એસેટ્સ1,071.451,464.161,076.68520.37
આવકો616.321,540.25927.34739.66
ચો. નફો2.6531.9717.437.80
નેટવર્થ478.31313.62121.8768.91
દેવાઓ369.57492.45383.98238.56
(આંકડા રૂ. કરોડમાં)

EPACK ડ્યુરેબલ લિમિટેડે રૂમ એર કંડિશનર્સ (RAC)ની મૂળ ડિઝાઇન ઉત્પાદક (ODM) છે. કંપની શીટ મેટલ પાર્ટ્સ, ઈન્જેક્શન મોલ્ડેડ પાર્ટ્સ, ક્રોસ-ફ્લો ફેન્સ અને PCBA ઘટકો જેવા ઘટકોનું પણ ઉત્પાદન કરે છે જે RACના ઉત્પાદનમાં સક્રિયપણે ઉપયોગમાં લેવાય છે. કંપનીએ ખાસ કરીને RACની મોસમી માંગને ધ્યાનમાં રાખીને નાના ઘરેલુ ઉપકરણો (SDA) માર્કેટમાં તેના વ્યવસાયનો વિસ્તાર કર્યો છે અને હાલમાં તે ઇન્ડક્શન હોબ્સ, બ્લેન્ડર અને વોટર ડિસ્પેન્સર્સનો વિકાસ અને ઉત્પાદન કરી રહી છે.

કંપનીના ગ્રાહકોની યાદીમાં પ્રતિષ્ઠિત કંપનીઓનો સમાવેશ

કંપની પાસે દેહરાદૂનમાં ચાર ઉત્પાદન સુવિધાઓ છે અને એક ઉત્પાદન સુવિધા રાજસ્થાનના ભીવાડી ખાતે છે, કંપનીની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 37 લાખ યુનિટ્સની છે. કંપનીની ગ્રાહક યાદીમાં બ્લુ સ્ટાર, ડાઈકિન એર-કન્ડિશનિંગ, કેરિયર મિડિયા ઈન્ડિયા, વોલ્ટાસ, હેવેલ્સ, હાયર એપ્લાયન્સિસ, ઈન્ફિનિટી રિટેલ અને ગોદરેજ એન્ડ બોયસનો સમાવેશ થાય છે. નાના ઘરેલું ઉપકરણો માટેના ગ્રાહકોની યાદીમાં બજાજ ઇલેક્ટ્રિકલ્સ, BSH હાઉસહોલ્ડ એપ્લાયન્સિસ મેન્યુફેક્ચરિંગ અને ઉષા ઇન્ટરનેશનલ લિમિટેડનો સમાવેશ થાય છે.

ઇશ્યૂ એનાલિસિસ એટ એ ગ્લાન્સ

  • EDL નવીન ઉત્પાદનો સાથે RAC અને ODMમાં બીજા નંબરની સૌથી મોટી ખેલાડી છે.
  • FY21 થી FY23 માટે સારી વૃદ્ધિ તમામ સેગમેન્ટમાં હાંસલ કરી રહી છે.
  • દક્ષિણમાં તેનું નવું એકમ ડિસેમ્બર 2023માં ચાલુ થઈ ગયું છે.
  • ટ્રેન્ડમાં પુનરુત્થાનનો લાભ લેવા માટે કંપની ક્ષમતા વિસ્તરણ કરી રહી છે.
  • મધ્યમથી લાંબા ગાળા માટે આ આઇપીઓની પસંદગી કરી શકાય.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)