સંકલિત પોષક વ્યવસ્થાપનની રજૂઆત માટે FAI વાર્ષિક સેમિનાર
અમદાવાદ, 10 ડિસેમ્બર: ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયા (FAI) 10 થી 12 ડિસેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં તેના વાર્ષિક સેમિનાર 2025નું આયોજન કરશે, જેનું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા કરશે. ‘ફર્ટિલાઈઝર મેનેજમેન્ટ ફોર ગ્રીન ફ્યુચર: ખેડૂતોના સશક્તિકરણ માટે ઉત્પ્રેરણા’ની થીમ પર આધારિત આ સેમિનાર ખાતર ઉદ્યોગ માટે વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જે ટકાઉ પોષક તત્વોના વ્યવસ્થાપન અને ખેડૂત કેન્દ્રિત વિકાસના આગામી તબક્કાને આકાર આપવા માટે અગ્રણી નીતિ નિર્માતાઓ, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગના હિતધારકોને એક સાથે લાવશે.
આ કાર્યક્રમમાં માનનીય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ અને ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઈઝર્સના સચિવ રજત કુમાર મિશ્રા તેમજ ટેકનોલોજી પ્રદાતાઓ, પર્યાવરણ નિષ્ણાતો, બહુપક્ષીય સંગઠનો અને ખેડૂત પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. ચાર ટેકનિકલ સત્રો અને 16 પ્રેઝન્ટેશનમાં, ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ખાતરની નીતિ, પોષકતત્વોની કાર્યક્ષમતા, ગ્રીન પ્રોડક્શનના માર્ગો અને ઉભરતા બજારની નવીનતાઓ પર ચર્ચા કરશે.

ભારતનો ખાતર ઉદ્યોગ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાનો મુખ્ય આધારસ્તંભ રહ્યો છે, જેમાં સ્થાનિક ઉત્પાદન એક દાયકા પહેલાના 38 મિલિયન ટનથી વધીને 2024-25માં 51 મિલિયન ટન સુધી પહોંચ્યું છે. 150થી વધુ કંપનીઓ દેશની પોષકતત્વોની જરૂરિયાતોના લગભગ ત્રણ-ચતુર્થાંશ ભાગને પૂર્ણ કરવામાં ફાળો આપે છે, જ્યારે બાકીની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. મર્યાદિત ખનિજ સંસાધનો હોવા છતાં, ઉદ્યોગે ઉત્પાદકતામાં સુધારો અને પુનઃપ્રાપ્ય ઉર્જા તેમજ ગ્રીન એમોનિયા તરફના માર્ગો સહિતની અદ્યતન તકનીકોને અપનાવીને તેની વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વધુ મજબૂત બનાવી છે.
140 મિલિયનથી વધુ ખેડૂત પરિવારોને સેવા આપતા, ભારતનો ખાતરનો વપરાશ 70 મિલિયન ટનની નજીક છે, જે ચીન પછી બીજા ક્રમે છે. સિંચાઈના વ્યાપમાં વધારો, ઉચ્ચ-મૂલ્યવાળા પાકોમાં વૈવિધ્યકરણ અને માટીના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાથી પોષકતત્વોની માગમાં વધારો થઈ રહ્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
