અમદાવાદઃ અનેક વિવાદોના વંટોળ અને ભારતીય શેરબજારોમાં ટી+1 સેટલમેન્ટના તરખાટ વચ્ચે એક તરફ ભારતીય શેરબજારોમાં રોકાણકારોની મૂડીમાંથી રૂ. 12 લાખ કરોડ ધોવાયા છે. ત્યારે બીજી તરફ અદાણી એન્ટરપ્રાઇસિસના એફપીઓને પ્રથમ દિવસે ધાર્યા કરતાં નબળો પ્રતિસાદ મળ્યો છે. પ્રથમ દિવસે ઇશ્યૂ 0.01 ગણો એટલેકે 1 ટકા ભરાયો હતો. બીએસઇના સાંજના પાંચ વાગ્યા સુધીના ડેટા અનુસાર રિટેલ પોર્શન 0.02 ગણો, ક્યૂઆઇબી 00 અને એનઆઇઆઇ ક્વોટા 0.01 ગણો ભરાયો હતો. ઇશ્યૂ તા. 31 જાન્યુઆરીના રોજ બંધ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઇશ્યૂમાં 33 એન્કર ઇન્વેસ્ટર્સે 1,82,68,925 એફપીઓ ઇક્વિટી શેર્સ શેરદીઠ ₹ 3,276 અપર પ્રાઇઝ બેન્ડ પર બીડ કર્યા છે.

Categoryoffered /reservedshares bid forNo. of times
QIBs1,28,21,3362,6560.00
NIIS96,16,32360,4560.01
Retail Investors2,29,08,4643,99,8800.02
Employee1,60,6687,1680.04
Total4,55,06,7914,70,1600.01

SOURCE: BSE

ગ્રે માર્કેટમાં FPOની તારીખ નિર્ધારિત થઈ ત્યારથી માંડી અત્યારસુધી રૂ. 25 વધ્યાં છે.હાલ એફપીઓ માટે રૂ. 100 ગ્રે પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. 18 જાન્યુઆરીએ તેના રૂ. 75 પ્રિમિયમ હતાં. વર્તમાન શેરોની સ્થિતિને જોતાં તેનું લિસ્ટિંગ 3થી 5 ટકા પ્રિમિયમે થવાનો અંદાજ નિષ્ણાતો આપી રહ્યાં છે.