IPO ખુલશેNov 2, 2022
આઇપીઓ બંધ થશેNov 4, 2022
Face Value10
પ્રાઇસ બેન્ડ350 to ₹368
Lot Size40 અને તેના ગુણાંકમાં
ઇશ્યૂ સાઇઝ1,103.99 Cr
ફ્રેશ ઇશ્યૂ600.00 Cr
ListingBSE, NSE

અમદાવાદ: ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ લિમિટેડનો શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 350- 368ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સનો આઇપીઓ તા. 2જી નવેમ્બરે ખુલી રહ્યો છે. કંપની આઇપીઓ મારફત રૂ. 600 કરોડ સુધીના ફ્રેશ શેર્સ અને 13694599 ઇક્વિટી શેર્સના વેચાણની ઓફર સાથે આવી રહી છે. ઇશ્યૂ તા. 4 નવેમ્બરે બંધ થશે. શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત કંપની ધરાવે છે.

બિડ લઘુતમ 40 ઇક્વિટી શેર માટે થઈ શકશે અને પછી 40 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

PeriodTotal AssetsRevenueePAT
31-Mar-204239.99730.3169.61
31-Mar-215837.93873.0943.94
30-Jun-215824.87264.964.41
31-Mar-227290.481201.3521.76
30-Jun-227615.24360.4575.1

કંપનીની કામગીરી વિશે

1994માં સ્થપાયેલી ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ લિ. મહિલા ઉદ્યોગ સાહસિકો ખાસ કરીને આર્થિક અને સામાજિક પછાત મહિલાઓને ફાઇનાન્સિયલ સર્વિસિસ પૂરી પાડે છે. કંપની તા. 30 જૂન-22ના રોજની સ્થિતિ અનુસાર એયુએમની દ્રષ્ટિએ ભારતની ટોપ-10 એનબીએફસીમાં સ્થાન ધરાવે છે.

નેટવર્ક અને વર્ક ફોર્સ

કંપની 29 લાખ એક્ટિવ બોરોઅર્સ ધરાવે છે. 966 બ્રાન્ચ અને 9262 કાયમી કર્મચારીઓ 377 જિલ્લાઓ તેમજ 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કામ કરી રહ્યા છે.