ગાજ્યા મેહ વરસ્યા નહિઃ એલઆઇસી, હર્ષા એન્જિ., ઇનોક્સ ગ્રીન એનર્જી, દેલ્હીવેરી, કેફીનટેક, કીસ્ટોન રિયાલ્ટર્સ, તામિલનાડ મર્કન્ટાઇલ બેન્કના IPOએ રોકાણકારોને રડાવ્યા

અજાણ્યામાં અઢળક કમાણીઃ હરીઓમ પાઇપ (210 ટકા), Kaynes Techno. (64 %), Archean Chem. (59 %) રિટર્ન આપનારા IPO

અમદાવાદ, 2 એપ્રિલઃ ફાઇનાન્સિયલ યરના છેલ્લા દિવસે સેકન્ડરી માર્કેટમાં સેન્સેક્સે 1000+ પોઇન્ટની રિકવરી સાથે પોઝિટિવ બંધ આપ્યું. પરંતુ મોટાભાગની બ્લુચીપ્સ અને હેવી વેઇટ્સ કે જે માર્કેટમાં સૌથી વધુ વોલ્યૂમ્સ અને વોલેટિલિટી ધરાવતી સ્ક્રીપ્સ છે જેવી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફીનસર્વ, બજાજ ફાઇનાન્સ વગેરેમાં રોકાણકારો, ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સની મૂડી સલવાઇને પડી છે. તેવો જ ઘાટ પ્રાઇમરી માર્કેટમાં યોજાયેલા IPOમાં પણ જોવા મળ્યો છે.

એલઆઇસી, હર્ષા એન્જિ., ઇનોક્સ ગ્રીન એનર્જી, દેલ્હીવેરી, કેફીનટેક, કીસ્ટોન રિયાલ્ટર્સ, તામિલનાડ મર્કન્ટાઇલ બેન્કના બહુ ગાજેલા અને બિન સત્તાવાર પ્રિમિયમ માર્કેટમાં હોહા મચાવનારા IPOએ રોકાણકારોને રિટર્નના મામલે રડાવ્યા છે. તેની સામે ઓછા જાણીતા અને રોકાણકારોની સેકન્ડ પ્રાયોરિટી ગણાતાં IPO જેવાં કે હરીઓમ પાઇપ (210 ટકા), Kaynes Techno. (64 ટકા), Archean Chem. (59 ટકા) રિટર્ન આપનારા IPO સાબિત થયા છે.

નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન કુલ 40 IPO લિસ્ટેડ થયા હતા. તે પૈકી 26માં પોઝિટિવ અને 16 IPOમાં નેગેટિવ રિટર્ન નોંધાયું છે. સૌથી વધુ રિટર્ન હરીઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝના IPOમાં રૂ. 153ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 474ના છેલ્લા ભાવ સાથે 210 ટકા જોવા મળ્યું છે. ત્યારપછીના ક્રમે વિનસ પાઇપ્સ (130 ટકા), Kaynes Technology (64 ટકા), Archean Chemical (60 ટકા), Global Health (57 ટકા) રિટર્ન નોંધાવ્યું છે.

લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે ધ્યાનમાં રાખવા જેવાં શેર્સ

LIC, Dreamfolks Services, Divgi TorqTransfer, Harsha Engineers, Inox Green Energy, KFin Tech

હરીઓમ પાઇપ્સના IPOમાં સૌથી વધુ 210 %નું જંગી રિટર્ન

CompanyIssue PriceCurrent PriceLoss
Hariom Pipe Industries153473.9209.74%
Venus Pipes326748.65129.65%
Kaynes Technology587963.3564.11%
Archean Chemical407650.759.88%
Global Health336526.1556.59%
Ruchi Soya650968.849.05%
Veranda Learning137203.648.61%
Aether Ind.642937.6546.05%
Rainbow Children’s Medi.542730.2534.73%
Dreamfolks Services326431.5532.38%
Prudent Corporate630810.2528.61%
Bikaji Foods300362.120.7%
Paradeep Phosphates4250.3219.81%
Syrma SGS Technology220262.6519.39%
Global Surfaces140164.4517.46%
Campus Activewear292333.614.25%
Five Star Business474538.113.52%
Electronics Mart India5966.3912.53%
Divgi TorqTransfer590658.811.66%
Ethos878961.559.52%
Fusion Micro Fina.368398.558.3%
Sah Polymers6569.97.54%
Landmark Cars506543.57.41%
Sula Vineyards357367.73%
Radiant Cash Manage.9496.552.71%
Harsha Engineers330335.11.55%

એલિન ઇલેક્ટ્રોનિક્સ સૌથી વધુ નેગેટિવ રિટર્ન (51%) સાથે ટોચે, LICમાં પ્રિમિયમ પડી ગયું….!!

16 નેગેટિવ રિટર્ન આપનારા IPOમાં એલિન ઇલેક્ટ્રોનિક્સ 51 ટકા સાથે ટોચે રહ્યો હતો. ત્યારપછીના ક્રમે ઉમા એક્સ્પોર્ટ્સ (45 ટકા), એલઆઇસી (44 ટકા), ઇનોક્સ ગ્રીન એનર્જી (39 ટકા) રહ્યા હતા. બહુ ગાજેલાં હર્ષા એન્જિનિયર્સમાં પણ સાવ 1.55 ટકા જેવું નહિંવત્ રિટર્ન છૂટી રહ્યું છે.

CompanyIssue PriceCurrent PriceLoss
Elin Electronics247120.75-51.11%
Uma Exports6837.34-45.09%
LIC949534.65-43.66%
Inox Green Energy6539.38-39.42%
Dharmaj Crop Guard237144.95-38.84%
Delhivery487332.4-31.75%
DCX Systems207145.85-29.54%
KFin Tech366279.9-23.52%
Abans Holdings270211.1-21.81%
Tamilnad Mer. Bank510408.35-19.93%
Tracxn Technologies8065.07-18.66%
eMudhra256215.7-15.74%
Keystone Realtors541462.9-14.44%
Uniparts India577542.35-6.01%

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)