અમદાવાદ, 12 ઑગસ્ટ: ACCA એ 8 ઓગસ્ટ ના રોજ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઓથોરિટી ના સમર્થન સાથે ગિફ્ટ સિટી ખાતે એક્ઝિક્યુટિવ લીડરશિપ રાઉન્ડટેબલનું આયોજન કર્યું હતું. આ વ્યૂહાત્મક ચર્ચા માટે ભારતના ટોચના ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ (GCC)ના વરિષ્ઠ અગ્રણીઓ, સરકારી હિતધારકો અને શિક્ષણવિદો એકત્રિત થયા હતા જેથી એ ખ્યાલ આવી શકે કે ગુજરાત કેવી રીતે ગ્લોબલ જીસીસી ઇકોસિસ્ટમમાં એક મહત્વના પરિબળ તરીકે ઊભરી રહ્યું છે.

અમદાવાદની આ ઇવેન્ટમાં વેલસ્પન ટ્રાન્સફોર્મેશન સર્વિસીઝ, અદાણી જીસીસી, બીએનપી પારિબા, એસએન્ડપી ગ્લોબલ, ક્રાફ્ટ હેઇન્ઝ, બરોડા ગ્લોબલ શેયર્ડ સર્વિસીઝ, કેપીએમજી, કેડિલા ફાર્મા, ઝાયડસ, ટીસીએસ, ક્યુએક્સ ગ્લોબલ ગ્રુપ, બેફ્રી ગ્લોબલ અને પેસિફિક ગ્રુપ જેવા અગ્રણી જીસીસી અને અન્ય ઉદ્યોગોના ટોચના એચઆર તથા ફાઇનાન્સ હેડ્સ સહિતના 40 સિનિયર લીડર્સ ઉપસ્થિત રહ્યા હતા.

GCC ઉચ્ચ ગુણવત્તાવાળી નોકરીઓનું સર્જન કરીને, જ્ઞાનના આદાનપ્રદાનને સક્ષમ કરીને અને નવીનતાને પ્રોત્સાહન આપીને ગુજરાતના આર્થિક વૈવિધ્યકરણમાં સીધું યોગદાન આપી રહ્યા છે. તેના અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રગતિશીલ નીતિ માળખા અને આઈએફએસસીએ તરફથી એકીકૃત નિયમનકારી સમર્થન સાથે, ગિફ્ટ સિટી જ્ઞાન-સઘન વૈશ્વિક કેન્દ્રો સ્થાપવા માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક વાતાવરણ પ્રદાન કરે છે.

રાઉન્ડ ટેબલનો મુખ્ય મુદ્દો ACCAના જીસીસી પરના તાજેતરના થોટ લીડરશિપ રિપોર્ટનું લોન્ચિંગ હતું. અહેવાલમાં અંદાજ મૂકવામાં આવ્યો છે કે જીસીસી ભારતના જીડીપીમાં 2 ટકા યોગદાન આપશે અને 2030 સુધીમાં 2.8 મિલિયન નોકરીઓનું સર્જન કરશે. ફક્ત નાણાંકીય વર્ષ 2024માં, ભારતમાં જીસીસીએ આશરે 64.6 અબજ ડોલરની નિકાસ આવક મેળવી હતી જે પાછલા નાણાંકીય વર્ષ કરતા નોંધપાત્ર 40 ટકાનો વધારો દર્શાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)