GHCLનો Q3FY25 PAT 69%વધી રૂ. 168 કરોડ થયો
અમદાવાદ, 5 ફેબ્રુઆરી: જીએચસીએલ લિમિટેડે નાણાકીય વર્ષ 2024-2025ના ત્રીજા ત્રિમાસિકગાળા માટેના તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નાણાકીય કાર્યદેખાવ અંગે વાત કરતાં જીએચસીએલના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ જલાનએ જણાવ્યું હતું કે, ‘અમે અમારા સંચાલનના મુખ્ય ક્ષેત્રો પર સતત ધ્યાન આપીને 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરાં થયેલા ત્રિમાસિકગાળામાં મજબૂત નાણાકીય કાર્યદેખાવ કર્યો છે. ઉદ્યોગજગતની નબળી પડી રહેલી પરિસ્થિતિમાં આ કાર્યદેખાવ વિશેષ મહત્ત્વ ધરાવે છે. પસંદગીના સહભાગીદાર તરીકે ક્લાયેન્ટ્સમાં અમે અમારા કદને મજબૂત બનાવી રહ્યાં છીએ.
ભારતીય માર્કેટમાં વિશ્વના કેટલાક દિગ્ગજ ઉત્પાદનકર્તાઓ દ્વારા વધારે પડતો માલ ઠાલવવાને કારણે કિંમતોમાં ઘટાડાની કેટલીક ઘટનાઓની સાથે સોડા એશમાંથી પ્રાપ્ત થતી આવક પ્રમાણમાં સ્થિર રહી હતી. અમને વિશ્વાસ છે કે, ભારત સરકાર દ્વારા હાલમાં જ લાદવામાં આવેલી મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇઝ (એમઆઇપી) આગામી ત્રિમાસિકગાળાઓમાં આવી સસ્તી કિંમતોએ થતી આયાતોમાં ઘટાડો કરશે.
અમને એ જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે અમારી વિસ્તરણની પહેલ નોંધપાત્ર વેગ પકડી રહી છે. નાણાકીય વર્ષ 2025-2026માં અમારા વેક્યુમ સોલ્ટ અને બ્રોમાઇન પ્રોજેક્ટ સેવારત થતાં તે અમને વિકાસના માર્ગ પર અગ્રેસર બનાવી દેશે અને અમારા ઉત્પાદનોને પણ વિસ્તારશે.
Q3FY25 વિરુદ્ધ Q3FY24 (સ્ટેન્ડએલોન કાર્યદેખાવ)
- વિચારણા હેઠળના ત્રિમાસિકગાળામાં ચોખ્ખી આવક રૂ. 807 કરોડ નોંધાઈ છે, જે 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલા સમાન ત્રિમાસિકગાળામાં રૂ. 813 કરોડ હતી.
- EBIDTA 57% વધીને રૂ. 259 કરોડ થઈ ગઈ હતી, જે ગત નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિકગાળામાં રૂ. 165 કરોડ હતી.
- ચોખ્ખો નફો (પીએટી) 69% વધીને રૂ. 168 કરોડ થઈ ગયો હતો, જે ગત નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિકગાળામાં રૂ. 100 કરોડ નોંધાયો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)