AGLએ 60થી વધુ નવા ઉત્પાદનો સાથે કિચન અને બાથવેરની વિશિષ્ટ શ્રેણી શરૂ કરી
અમદાવાદ, 16 સપ્ટેમ્બર: લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ AGL એ કિચન અને બાથવેર પ્રોડક્ટ્સની નવી રેન્જ લોન્ચ કરી છે. કંપનીએ તેની વિસ્તૃત સૂચિમાં 60 નવા ઉત્પાદનો ઉમેર્યા છે. નવી પ્રોડક્ટ લાઇનમાં કિચન સિંક, રાઉન્ડ બેઝિન, વન-પીસ વોટર કબાટો અને શાવર હેડ્સની પ્રીમિયમ રેન્જનો સમાવેશ થાય છે. પ્રોડક્ટ લાઇનમાં લક્સર-3ડી સાઇફનિક રિમલેસ રિમલેસ વોલ હેંગ વોટર ક્લોસેટ પણ રજૂ કરવામાં આવ્યું છે.
નવા લોન્ચ તેમજ એલિવેટ 360 અંગે બોલતા કમલેશ પટેલે જણાવ્યું હતું કે, ” અમે એલિવેટેડ 360નો પણ અમલ કરી રહ્યા છીએ, જે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વેપારીઓ તેમજ ગ્રાહકો સુધી પહોંચીને વર્ચ્યુઅલ રીતે નવા ઉત્પાદનો રજૂ કરવા માટે ટીમ AGL દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી એક નવીન રીત છે. વર્ચુઅલ ઇવેન્ટ એલિવેટેડ 360 દ્વારા રજૂ કરવામાં આવેલી આ પહેલી પ્રોડક્ટ લાઇન છે. કંપની એલિવેટ 360 માધ્યમથી ભવિષ્યમાં નવી પ્રોડક્ટ્સ અને પ્રોડક્ટ લાઇન રજૂ કરવાની યોજના ધરાવે છે.
કંપનીએ બાથવેર મેન્યુફેક્ચરિંગમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ 2019માં તેની બાથવેર રેન્જ રજૂ કરી હતી, જ્યારે વર્ષ 2023માં પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યું હતું. AGL બાથવેરે 1 ઓક્ટોબર, 2023ના રોજ વ્યાપારી કામગીરી શરૂ કરી હતી અને નવી પ્રોડક્ટ રેન્જ એ કંપનીનું પ્રથમ પ્રક્ષેપણ છે જેનું ઉત્પાદન મોરબીના પ્લાન્ટમાં કરવામાં આવ્યું છે. કંપનીને આશા છે કે બાથવેર ડિવિઝન આગામી પાંચ વર્ષમાં અંદાજે રૂ. 400 કરોડનું ટર્નઓવર હાંસલ કરી લેશે.
કંપની 277થી વધુ એક્સક્લુઝિવ ફ્રેન્ચાઇઝી શોરૂમ્સ, 13 કંપનીની માલિકીના ડિસ્પ્લે સેન્ટર્સ અને સમગ્ર ભારતમાં વિસ્તૃત માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ધરાવે છે, જેમાં ભારતમાં ડિસ્ટ્રિબ્યુટર્સ, ડીલર્સ અને સબ-ડીલર્સ સહિત 18,000થી વધુ ટચપોઇન્ટ્સ છે. કંપની 100થી વધુ દેશોમાં નિકાસ પણ કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)