આબોહવા પરિવર્તન એવી નવી બીમારીઓ તરફ દોરી રહ્યું છે જેને રસી દ્વારા રોકી શકાશેમાનવીની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે- રસી , જેણે વિશ્વભરમા 1974થી અત્યાર સુધી 15.4 કરોડથી વધુ  લોકોની જિંદગી બચાવી છે
ભારતના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં એન્સિફેલાઈટીસ અટકાવતી રસી મેળવી શકાશેરસીકરણ  વડે ઓરી, લકવો, ધનુર, હેપેટાઇટિસ બી અને ડિપ્થેરિયા જેવા રોગોથી દર વર્ષે થતા લાખો લોકોના મૃત્યુને નિવારી શકાયા છે

મુંબઈ, 1 મે: વૈશ્વિક રસીકરણના ચાલી રહેલા આ  સપ્તાહમાં, એન્સિફેલાઈટીસ ઇન્ટરનેશનલ દ્વારા રસી આપવાથી નિવારી શકાય તેવા રોગોની સામે રસીકરણના કાર્યક્રમને વેગ આપવા માટે “પ્રિવેન્ટીંગ ફ્યુચર એન્સિફેલાઈટીસ : ક્લાઈમેટ ચેન્જ એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીસ” નામની વૈશ્વિક ઝુંબેશ શરૂ કરાઈ છે. આ રોગોમાં એન્સિફેલાઈટીસના વધી રહેલા પ્રકોપનો પણ સમાવેશ છે. આ ઝુંબેશ ભારતમાં અને વૈશ્વિક સ્તરે આબોહવા પરિવર્તન એન્સિફેલાઈટીસના જોખમને કેવી રીતે વધારી રહ્યું છે તેની જાગૃતિ વધારવાની તાત્કાલિક જરૂરિયાત સમજાવે છે.

માનવીની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે- રસી , જેણે વિશ્વભરમા 1974થી અત્યાર સુધી 15.4 કરોડથી વધુ  લોકોની જિંદગી બચાવી છે. રસીકરણ  વડે ઓરી, લકવો, ધનુર, હેપેટાઇટિસ બી અને ડિપ્થેરિયા જેવા રોગોથી દર વર્ષે થતા લાખો લોકોના મૃત્યુને નિવારી શકાયા છે. રસી લેવાથી આવા રોગને અટકાવી શકાય છે. એ ઉપરાંત,  આ બીમારીના ઉપચાર અને હોસ્પિટલમાં દાખલ થવા સાથે સંકળાયેલો ખર્ચ ઘટાડી શકાય  તથા લોકોને તંદુરસ્ત રાખવાના નોંધપાત્ર આર્થિક લાભ પણ મળે છે.

રસી દ્વારા અટકાવી શકાય તેવા રોગોમાં ઓરી, મેનિન્જાઇટિસ અને એન્સિફિલાઈટીસનો સમાવેશ છે.  દુનિયાભરમાં આ રોગો  વધી રહ્યાં છે. એક સમયે ડિપ્થેરિયા જેવા રોગો  ઘણા નિયંત્રણમાં આવ્યાં હતા. તે હવે ફરીથી ઉથલો મારે તેવું જોખમ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અને યુનિસેફ સહિત વૈશ્વિક આરોગ્ય સંગઠનો લોકોને રસી અપાવવા માટેની  રાજકીય જાગૃતિ કેળવવા અને રસીકરણ કાર્યક્રમોને વેગ આપવા અને છેલ્લા 50 વર્ષ દરમ્યાન થયેલી પ્રગતિને ચાલુ રાખવા માટે રોકાણ કરવાનો અનુરોધ કરી રહ્યા છે.

“છેલ્લા પાંચ દાયકામાં રસીઓએ 15 કરોડથી વધુ લોકોના જીવ બચાવ્યા છે,” એવું WHOના ડિરેક્ટર-જનરલ, ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું. “વિશ્વભરમાં એવા  રોગોનું પ્રમાણ વધી રહ્યું છે જેને રસી દ્વારા અટકાવી શકાય. પણ આવા રોગોને કારણે કરોડો લોકોના જાન જોખમમાં મુકાઈ રહ્યા છે. આ બીમારીને કારણે અનેક દેશો આ રોગનોની સારવારનો  વધી રહેલો  ખર્ચ ઉઠાવી રહ્યા છે. મર્યાદિત સંસાધનો ધરાવતા દેશોએ જે સૌથી વધુ પ્રભાવગ્રસ્ત ક્ષેત્રોમાં રોકાણ કરવું જોઈએ – તેમાંનું એક ક્ષેત્ર  રસીનું છે.”

એન્સિફિલાઈટીસ ઇન્ટરનેશનલના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. એવા ઇસ્ટને જણાવ્યું હતું કે, “લોકો પોતાની અને જેઓ તેમની સંભાળ રાખતા હોય તેમની  રસી લેવા સબંઘી સલાહ લે તે ખૂબ  મહત્વનું છે. આબોહવામાં ગરમી વધવાની સાથે  નવા અને ચેપી રોગો વધતા રહેશે  જેમાંનું એક છે  એન્સિફિલાઈટીસ. મચ્છર અને જીવાણુ જેવા આ રોગોના વાહકો નવા સ્થળોમાં અને નવા વાતાવરણમાં પ્રવેશી રહ્યા છે. કારણ કે આપણે પ્રાણીઓની નજીક રહેવાનું શરૂ કર્યું અને ગ્રામીણ વિસ્તારો ઘટી રહ્યાં ત્યારથી પરિસ્થિતિ જટિલ બની છે . આ પરિબળો જાહેર આરોગ્યને પ્રભાવિત કરે છે.”

બેંગ્લોરના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સિસ (NIMHANS)ના ન્યુરોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. નેત્રાવતી એમ.એ જણાવ્યું કે, “રસીકરણ એ ફક્ત વ્યક્તિગત પસંદગી નથી – તે એક જાહેર જવાબદારી છે જે આવનારી પેઢીઓને સુરક્ષિત કરે છે. રસી  એ વિજ્ઞાનની ભેટ છે જે આજે આપણું રક્ષણ કરે છે અને આવતીકાલને સ્વસ્થ બનાવવાની બાંહેધરી આપે છે. રસીકૃત વિશ્વ એક સુરક્ષિત વિશ્વ છે – રસીનો દરેક શોટ એ અટકાવી શકાય તેવા રોગોથી મુક્તિ તરફ એક પગલું છે. રસીના દરેક ટીપા દ્વારા, આપણે રોગ સામે દિવાલ અને ઉજ્જવળ ભવિષ્ય માટેનો સેતુ બનાવીએ છીએ.”

ભારતનો સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (UIP)

ભારતનો સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (UIP) એ વૈશ્વિક સ્તરે સૌથી મોટા જાહેર આરોગ્ય કાર્યક્રમોમાંનો એક છે, જે વાર્ષિક આશરે 2 કરોડ અને 70 લાખ શિશુઓ અને 3 કરોડ સગર્ભા સ્ત્રીઓને આવરી લે છે. UIP રસી દ્વારા રોકી શકાય તેવા 12 રોગોની રસી મફતમાં પૂરી પાડે છે:

ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ડિપ્થેરિયા
પર્ટ્યુસિસ (હૂપિંગ કફ)ટિટનસ
પોલિયોમાયલિટિસઓરી
હેપેટાઇટિસ બીહીમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા ટાઈપ બી (Hib)
જાપાનીઝ એન્સિફેલાઈટીસ (JE)રોટાવાયરસ ડાયેરિયા
રૂબેલાન્યુમોકોકલ ન્યુમોનિયા

UIP હેઠળ આપવામાં આવતી રસીઓમાં સમાવિષ્ટ છે

ટીબી માટે બેસિલસ કેલ્મેટ-ગ્યુરિન (BCG)ઓરલ પોલિયો રસી (OPV)
ઈનએક્ટિવેટેડ પોલિયો રસી (IPV)પેન્ટાવેલેન્ટ રસી (ડિપ્થેરિયા, પર્ટ્યુસિસ, ટિટાનસ, હેપેટાઇટિસ બી અને Hib નું સંયોજન)
ઓરી-રુબેલા (MR) રસીરોટાવાયરસ રસી
ન્યુમોકોકલ કન્જુગેટ રસી (PCV)જાપાનીઝ એન્સિફેલાઈટીસ રસી (સ્થાનિક પ્રદેશોમાં)

કિશોરો અને સગર્ભા સ્ત્રીઓ માટે ટિટનસ અને ડિપ્થેરિયા (Td) રસી

વિટામિન A સપ્લિમેન્ટેશન

એન્સિફેલાઈલીટીસ એ માનવીની  સ્વયં પ્રતિરક્ષાની ક્ષમતા  ઘટવાને  કારણે થતી મગજને  દાહપીડા આપતી એક જીવલેણ ચેપી બીમારી છે. એ કોઈ પણ ઉંમરની વ્યક્તિને- પુરુષ કે સ્ત્રીને અથવા અનુવંશિકતાને ધ્યાનમાં લીધા વિના થઇ શકે છે. તે મગજને   ગંભીર  નુકસાન કરી શકે છે. મગજને  ચેપ લાગવાથી થતા રોગોમાંના કેટલાક છે  જાપાનીઝ એન્સિફેલાઈટીસ અને  સ્ક્રબ ટાયફસ. આ રોગનો ફેલાવો   ભારતમાં વધુ છે. એમાં મગજના  રોગપ્રતિકારક તંત્ર ઉપર  હુમલો થાય છે (ઓટોઇમ્યુન એન્સિફેલાઈટીસ). 2024ના સર્વે મુજબ, દેશના 24 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં  1548 જાપાનીઝ એન્સિફેલાઈટીસના  કેસ નોંધાયા હતા.

એન્સિફેલાઈટીસ ઇન્ટરનેશનલે 29 એપ્રિલે આબોહવા અને એન્સિફેલાઈટીસ વિશેના એક  વેબિનારનું આયોજન કર્યું છે.આ વેબિનારનો હેતુ  આબોહવા પરિવર્તન અને એન્સેફાલીટીસના વધતા જોખમ વચ્ચેના સબંધ અને રસીકરણ દ્વારા તેના  નિવારણમાં કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકાય તેની સમજ આપવાનો છે. આ ઝુંબેશ દ્વારા એન્સિફેલાઈટીસ થવાના નવ ચેપી કારણો વિષે સમજણ આપવામાં આવશે. આમાંના પાંચ કારણોં વડે થતી બીમારીને  રસી દ્વારા અટકાવી શકાય છે: જાપાનીઝ એન્સિફેલાઈટીસ, ઈન્ફલ્યુએન્ઝા, ઓરી, ગાલપચોળિયાં અને રૂબેલા. ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઓરોપોઉચે અને વેસ્ટ નાઇલ વાયરસ અને આબોહવા પરિવર્તનને કારણે ઝડપથી ફેલાઈ રહ્યા છે. રસીકરણનો પ્રસાર માત્ર લોકોનું જ  રક્ષણ નથી કરતો પરંતુ લોકસમુદાયોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ભૂમિકા ભજવે આપે છે.

વિશ્વમાં દર વર્ષે આશરે 15 લાખ બાળકો અને પુખ્ત વયના લોકોને- એક મિનિટમાં  ત્રણ લોકોને એન્સિફેલાઈટીસની બીમારી થાય છે –  પણ  લગભગ 77 ટકા લોકો  આ જાણતા નથી. આ વિષયક જાગૃતિના  અભાવને કારણે આ રોગોના  નિદાન અને સારવારમાં મોડું થાય છે. તેથી  દર્દીઓના સ્વાસ્થ્ય કથળે છે. આબોહવા પરિવર્તનને કારણે  ચેપી રોગોનું જોખમ વધી રહ્યું છે એવા સમયે  સમયસર રસીકરણનું મહત્વ મહત્વપૂર્ણ છે.  આ માટેની જાગૃતિ વધારવી, આરોગ્યસંભાળ માળખામાં સુધારો કરવો અને WHO ની વૈશ્વિક આરોગ્ય ભલામણોનું પાલન કરવું એ બધા માટે જીવનની ગુણવત્તા સુધારવા માટે જરૂરી પગલાં છે. રસીકરણ ફક્ત નિવારણ વિશે નથી, તે રક્ષણ, પ્રગતિ અને જીવન બચાવવાના માર્ગ વિશે વધુ છે.

એન્સિફેલાઈટીસ ઇન્ટરનેશનલ વિશે

એન્સિફેલાઈટીસ ઇન્ટરનેશનલ એક જીવનરક્ષક, બહુ-પુરસ્કાર વિજેતા બિન-નફાકારક અને અગ્રણી વૈશ્વિક સંસાધન છે જે સહાય અને માહિતી પ્રદાન કરે છે, સ્થિતિ વિશે જાગૃતિ લાવે છે અને સંશોધનમાં સહયોગ કરે છે. 2014 માં તેની શરૂઆત થઈ ત્યારથી, વિશ્વ એન્સિફેલાઈટીસ દિવસ વિશ્વભરમાં 215 મિલિયનથી વધુ લોકો સુધી સીધો પહોંચ્યો છે. એન્સિફેલાઈટીસ  ઇન્ટરનેશનલ દર વર્ષે 22 ફેબ્રુઆરીએ વિશ્વ એન્સિફેલાઈટીસ દિવસનું નેતૃત્વ કરે છે અને લોકોને આ દિવસે લાલ રંગ પહેરવા અને સોશિયલ મીડિયા પર #Red4WED અને #WorldEncephalitisDay નો ઉપયોગ કરવા વિનંતી કરે છે (વધુ જાણવા માટે www.worldencephalitisday.org  ઉપરથી વધુ જાણકારી મેળવો).

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)