અમદાવાદ, 14 માર્ચઃ જયપુર સ્થિત નેચરલ સ્ટોન્સ પ્રોસેસિંગ અને એન્જિનિયર્ડ ક્વાર્ટ્ઝ મેન્યુફેક્ચરર ગ્લોબલ સરફેસિસનો IPO છેલ્લા દિવસે ફુલ્લી 12.21 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. રિટેલ પોર્શન 5.12 ગણો, એનઆઇઆઇ પોર્શન 33.10 ગણો અને ક્યૂઆઇબી પોર્શન 8.95 ગણો ભરાયો હતો. કંપની રૂ. 133-140ની પ્રાઈસ બેન્ડ પર IPO માર્કેટમાંથી રૂ. 154.98 કરોડ એકત્ર કરવા માગે છે. શેર એલોટમેન્ટ 20 માર્ચે અને લિસ્ટિંગ 23 માર્ચે થશે. ગ્રે માર્કેટમાં રૂ. 140 ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 30 પ્રિમિયમ બોલાઈ રહ્યું છે. જે પહેલા દિવસે રૂ. 50 હતું.

IPO સબસ્ક્રીપ્શન એટ એ ગ્લાન્સ

CategorySubscription (times)
QIB8.95
NII33.10
Retail5.12
Total12.21

(સ્રોતઃબીએસઇ વેબ સાઇટ)