ગોદરેજે ગુજરાતમાં સ્માર્ટ સિક્યોરિટીની નવી રેન્જ રજૂ કરી
મોર્ડન હોમ્સ અને બિઝનેસીસ માટે ડિઝાઇન અને ટેક્નોલોજીનો સમન્વય કરે છે | ગ્રાહક કેન્દ્રિત નવીનતાઓ સાથે ગુજરાતના હોમ અને ઇન્સ્ટિટ્યૂશનલ સિક્યોરિટી માર્કેટમાં લીડરશિપ મજબૂત કરે છે |
અમદાવાદ, 20 માર્ચ: ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસે પ્રીમિયમ, ટેક-એનેબલ્ડ હોમ લૉકર્સની તેની લેટેસ્ટ રેન્જ રજૂ કરી છે. કન્ઝ્યુમર અને ઇન્સ્ટિટ્યૂશનલ એમ બંને સેગમેન્ટ્સમાં મજબૂત હાજરી સાથે કંપનીનો ઉદ્દેશ અમદાવાદ અને ગુજરાતમાં તેની હાજરી વિસ્તારવાનો અને એડવાન્સ્ડ હોમ સિક્યોરિટી સોલ્યુશન્સ માટે પ્રદેશની વધતી માંગનો લાભ લેવાનો છે.
ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ પુષ્કર ગોખલેએ જણાવ્યું હતું કે અમદાવાદ અને ગુજરાત અમારા માટે હંમેશા મહત્વના બજારો રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે અમારી હોમ લૉકર્સની લેટેસ્ટ રેન્જ ઇન્ટેલિજન્ટ સિક્યોરિટી સોલ્યુશન્સ માટેની વધતી માંગને સંતોષશે. અમારી હોમ લૉકર્સની લેટેસ્ટ રેન્જ ગુજરાતમાં શહેરી અને ઉપ-શહેરી વિસ્તારના ગ્રાહકોની અનોખી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે અને તે ડિઝાઇન, ઉપયોગિતા અને સુરક્ષાનું શ્રેષ્ઠ મિશ્રણ ઓફર કરે છે.
ગુજરાતમાં હોમ લૉકર્સ સેગમેન્ટ આગામી 3 વર્ષમાં 40 ટકા વધવાની સંભાવના છે જેમાં અમદાવાદ આ વિસ્તરણમાં અગ્રેસર છે. આ ગતિને આગળ ધપાવતા ગોદરેજ તેના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું વિસ્તરણ કરીને, મુખ્ય રિટેલ ભાગીદારી બનાવીને અને ડિજિટલ આઉટરીચ વધારીને ગુજરાતમાં તેની હાજરીને વ્યૂહાત્મક રીતે મજબૂત બનાવી રહી છે. કંપની આગામી 3 વર્ષમાં રાજ્યમાં 50 ટકાની મજબૂત વૃદ્ધિનું લક્ષ્ય રાખે છે, જેમાં અમદાવાદ આ વિસ્તરણમાં 35 ટકાથી 40 ટકા યોગદાન આપશે. ગોદરેજ રાષ્ટ્રીય સ્તરે આ સેગમેન્ટમાં 80-85 ટકાનો મજબૂત બજાર હિસ્સો મેળવવાનું લક્ષ્ય રાખે છે.
તાજેતરમાં લોન્ચ કરાયેલા હોમ લૉકર્સની રેન્જમાં NX Pro Slide, NX Pro Luxe, Rhino Regal અને NX Sealનો સમાવેશ
ગોદરેજ દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા હોમ લૉકર્સની રેન્જમાં NX Pro Slide, NX Pro Luxe, Rhino Regal અને NX Sealનો સમાવેશ થાય છે. આ પ્રોડક્ટ્સ ડ્યુઅલ-મોડ એક્સેસ (ડિજિટલ અને બાયોમેટ્રિક), ઇન્ટેલિજન્ટ Ibuzz અલાર્મ સિસ્ટમ્સ, કાર્યક્ષમ સ્ટોરેજ સોલ્યુશન્સ અને મોર્ડન ઘરની સુંદરતાને પૂરક બનાવતા ભવ્ય ઇન્ટિરિયર્સ જેવી એડવાન્સ્ડ સિક્યોરિટી ટેક્નોલોજીસ ધરાવે છે. વધુમાં, ગોદરેજે Defender Aurum Pro Royal Class E સેફ રજૂ કર્યું છે, જે બીઆઈએસ-પ્રમાણિત હાઇ-સિક્યોરિટી સેફ છે જે જ્વેલર્સ માટે બનાવવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યૂશનલ સેગમેન્ટ માટે, કંપનીએ નોન-ડિસ્ટ્રક્ટિવ ગોલ્ડ ટેસ્ટિંગ માટે AccuGold iEDX સિરીઝ લોન્ચ કરી છે જે જ્વેલર્સ, બેંકો અને હોલમાર્કિંગ સેન્ટર્સને સેવાઓ પૂરી પાડે છે. Godrej MX પોર્ટેબલ સ્ટ્રોંગ રૂમ મોડ્યુલર પેનલ્સ વધુ સુરક્ષા, સરળ પરિવહન અને સેટઅપ ક્ષમતાઓ સાથે સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવે છે.
પ્રોડક્ટ્સ પોર્ટફોલિયો
NX Seal Floor Locker: NX Seal Floor Locker એ તમારી કિંમતી વસ્તુઓના ગુપ્ત અને સુરક્ષિત સ્ટોરેજ માટેનું શ્રેષ્ઠ સોલ્યુશન છે. કન્સીલ્ડ, ફ્લોર-માઉન્ટેડ ડિઝાઇન સાથે તૈયાર કરાયેલું આ ઇનોવેટિવ સેફ તમારા ફ્લોરિંગમાં એકીકૃત રીતે ભળી જાય છે, જે તેને દેખીતી રીતે જ નરી આંખે જોઇ શકાતું નથી. પરંપરાગત લાકડાના કબાટ કરતાં 10 ગણા મજબૂત મટિરિયલ્સથી બનેલું, NX Seal Floor Locker ચોરી અને નુકસાન સામે શ્રેષ્ઠ રક્ષણ આપે છે.
The Rhino Regal Locker: આ એક હાઇ-સિક્યોરિટી સેફ છે જે કિંમતી ચીજવસ્તુઓ માટે અદ્વિતીય સુરક્ષા પૂરી પાડવા માટે બનાવવામાં આવેલું છે, જે અદ્યતન ટેકનોલોજી અને મજબૂત બાંધકામનો સમન્વય છે. સ્ટાન્ડર્ડ સેફ કરતાં 100 ગણા મજબૂત મટિરિયલ્સથી બનેલું હોવાથી તે તોડવા માટેના સૌથી મજબૂત પ્રયાસો સામે પણ ટક્કર ઝીલે છે. અદ્યતન ચોકસાઇવાળા કી લૉક, લૉક કરી શકાય તેવા ટોપ કમ્પાર્ટમેન્ટ અને ટુ-વે બોલ્ટ સિસ્ટમ સાથે, તે મહત્તમ સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
NX Pro Luxe: NX Pro Luxe હોમ લૉકર આધુનિક સુવિધા સાથે એડવાન્સ્ડ સિક્યોરિટી પૂરી પાડે છે, જેમાં ડ્યુઅલ લૉકિંગ સિસ્ટમ, મોટરાઇઝ્ડ લૉકિંગ અને વોઇસ-ગાઇડેડ એક્સેસનો સમાવેશ થાય છે. ઇન્ટિરિયર્સમાં સરળ રીતે ભળી જાય તે પ્રમાણે બનાવાયેલા આ લોકરમાં ડ્યુઅલ પાસવર્ડ એક્સેસ, ઓટો-ફ્રીઝ ફંક્શન, યુએસબી ઇમરજન્સી ચાર્જિંગ અને સોફ્ટ એલઈડી લાઇટિંગનો સમાવેશ થાય છે. 30 લિટર અને 48 લિટર વેરિઅન્ટમાં ઉપલબ્ધ આ લૉકર ટકાઉપણું અને ઉપયોગમાં સરળતા સુનિશ્ચિત કરે છે.
NX Pro Slide: NX Pro Slide હોમ લૉકર તેની નવીનતમ સ્લાઇડ-આઉટ ડિઝાઇન સાથે સુરક્ષાને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. લાકડાના કબાટ કરતાં 10 ગણું મજબૂત રહે તે પ્રકારે બનાવાયેલા આ લૉકરમાં પ્રિસીઝન કી લૉક, ખોટા પ્રયાસો સામે ઓટો-ફ્રીઝ ફંક્શન અને વધુ સારી વિઝિબિલિટી માટે એલઈડી-પ્રકાશિત ઇન્ટિરિયર છે. મોટરાઇઝ્ડ લૉકિંગ સિસ્ટમ સરળ અને સુરક્ષિત એક્સેસ સુનિશ્ચિત કરે છે, જ્યારે યુએસબી ઇમરજન્સી ચાર્જિંગ જરૂર પડે ત્યારે બેકઅપ પાવર પ્રદાન કરે છે.
Aurum Pro Royal – Aurum Pro Royal એ બીઆઈએસ સર્ટિફાઇડ સેફ છે જે લક્ઝુરિયસ ઇન્ટિરિયર્સ અને અન્ય સુવિધાઓ સાથે અનુરૂપ સ્ટોરેજ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યું છે.
AccuGold iEDX Series – Gold Testing Machine – સચોટ, નોન-ડિસ્ટ્રક્ટિવ ગોલ્ડ ટેસ્ટિંગ માટે બનાવવામાં આવ્યું છે. તે ઝવેરીઓ, બેંકો અને હૉલમાર્કિંગ સેન્ટર્સ માટે પરફેક્ટ છે.
Mx Portable Strong Room Modular Panels – સરળ સેટઅપ, પરિવહન અને મહત્તમ સુરક્ષા માટે બનાવવામાં આવેલી સ્ટ્રોંગ રૂમ મોડ્યુલર પેનલ્સ. તે ઉચ્ચ-ગુણવત્તાવાળા સ્ટીલ કન્સ્ટ્રક્શન અને મોડ્યુલર અનુકૂલનક્ષમતા સાથે બિઝનેસ પ્રોટેક્શનને ફરીથી વ્યાખ્યાયિત કરે છે.