ગોદરેજ પ્રોપર્ટીઝે બેંગલુરુના ડોડ્ડાબલ્લાપુરમાં લગભગ 48 એકર જમીન ખરીદી
અમદાવાદ, 21 જુલાઈઃ ભારતના અગ્રણી રીઅલ એસ્ટેટ ડેવલપર્સ પૈકીની એક ગોદરેજ પ્રોપર્ટીઝ લિ. (GPL) એ ઉત્સાહપૂર્વક ઘોષણા કરી છે કે તેણે ઉત્તર બેંગલુરુના ઝડપી વિકાસશીલ માઇક્રો-માર્કેટ ડોડ્ડાબલ્લાપુરમાં આશરે 48 એકર જમીન સીધી ખરીદી દ્વારા મેળવી છે. આ અધિગ્રહણ જીપીએલની ઉત્તર બેંગલુરુમાંની ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
આ જમીન સેટેલાઇટ ટાઉન રિંગ રોડ (STRR) નજીકના વ્યૂહાત્મક અને ઊંચી ક્ષમતા ધરાવતા વિસ્તારમાં સ્થિત છે. આ જમીન પરનો વિકાસ મુખ્યત્વે પ્લોટેડ યુનિટ્સનો રહેશે, જેમાં આશરે 1.1 મિલિયન ચોરસ ફૂટના વિકાસની ક્ષમતા છે.
ડોડ્ડાબલ્લાપુર ઉત્તર બેંગલુરુમાં ઝડપથી ઉભરતા રીઅલ એસ્ટેટ હૉટસ્પોટ તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ વિસ્તારોને કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે સારી કનેક્ટિવિટી મળી રહી છે, STRR (સેટેલાઇટ ટાઉન રિંગ રોડ) નો વિકાસ થઈ રહ્યો છે, ઉદ્યોગ ક્ષેત્રે નોંધપાત્ર રોકાણ થઈ રહ્યા છે અને નજીકમાં આવેલા નંદી હિલ્સ જેવા સુંદર પ્રાકૃતિક પર્યટન સ્થળો પણ આ વિસ્તારને આકર્ષક બનાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
