અમદાવાદ, 21 જુલાઈઃ હોમ સેફ્ટી અને આર્કિટેક્ચરલ સોલ્યુશન્સ સેગમેન્ટમાં અગ્રણી ગોદરેજ ગ્રુપ એન્ટરપ્રાઈસિસ ગ્રુપનો મહત્વનો બિઝનેસ એવા લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ સોલ્યુશન્સે આજે તેની લેટેસ્ટ હાઈ-ટેક ઈનોવેશન એડવાન્ટીસ જીએસએલ ડી સ્માર્ટ ડોર લોક સમગ્ર દેશમાં લોંચ કરવાની જાહેરાત કરી છે. વિશ્વ માટે ભારતમાં ડિઝાઈન અને નિર્માણ એડવાન્ટીસ જીએસએલ ડી1 આધુનિક હોમ સેફ્ટીમાં એક સફળતા છે, જે અત્યાધુનિક સ્માર્ટ એક્સેસ ટેકનોલોજી તથા સાનુકૂળતા સાથે એઈસ્થેટીક એલેજેન્સનું ઉત્તમ મિશ્રણ છે.

રૂપિયા 18,499/-થી શરૂ થતી કિંમત સાથે આધુનિક ઘરો માટે ભારતના સૌથી અત્યાધુનિક ડિજિટલ લોકના સ્વરૂપમાં સ્થાપિત જીએસએલ ડી1ને શહેરી જીવનશૈલીની બદલાતી જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવેલ છે, જેમાં અનેક લેવલની ડિજિટલ પ્રોટેક્શન સાથે ડિઝાઈન સોફિસ્ટીકેશન અને એક્સેસિબિલિટીનું ઉત્તમ મિશ્રણ કરવામાં આવેલ છે.

GSL D1 એડવાન્ટેજ સાથે વિશેષતા:

  • મોબાઈલ એનએફસીઃ ચાવી અથવા કાર્ડ વગર હેસલ-ફ્રી એક્સેસ
  • રિમોટ ઓપરેશન ઓવર વાઈ-ફાઈઃ વિશ્વમાં ગમે ત્યાંથી તમારો ડોર ખોલી અને મોનિટર કરી શકો છે
  • મોબાઈલ બ્લૂટૂથઃ  ગોદરેજ સ્માર્ટ લોક્સ એપનો ઉપયોગ કરી બ્લૂટૂથ મારફતે એક્સેસ ડોર
  • બાયોમેટ્રીક સિક્યુરિટીઃ અત્યાધુનિક સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ આધારિત એક્સેસ
  • પિનકોડ એક્સેસઃ  સ્ક્રેમ્બલ્ડ કોડનો ઉપયોગ કરીને કોમ્પ્લેક્સ, લગભગ અનબ્રેકેબલ પાસવર્ડ સર્જન
  • આરએફઆઈડી કાર્ડઃ ડુપ્લિકેશનને અટકાવવા અને વધારાની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે એન્ક્રિપ્ટેડ એક્સેસ કાર્ડ. ઉપયોગ કરવામાં સરળ, પરિવારના વૃદ્ધ સભ્ય માટે ઉપયુક્ત
  • મિકેનિકલ કી ઓવરરાઈડઃ ઈએક્સએસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને હાઈ-ગ્રેડ મિકેનિકલ ફોલબેક
  • વીડીપી ઈન્ટીગ્રેશનઃ વધારાની સુવિધા માટે વીડિયો ડોર ફોન સાથે વધારે સુસંગત

હવે બે આકર્ષક રંગ-રોઝ ગોલ્ડ અને બ્લેકમાં ઉપલબ્ધ, જીએસએલ ડી1માં ઈમર્જન્સી ટાઈપ-સી યુએસબી ચાર્જિંગ, ફ્રી ઈન્સ્ટોલેશન અને 3 વર્ષની વોરન્ટીનો પણ સમાવેશ થાય છે.

એડવાન્ટિસ જીએસએલ ડી1 સમગ્ર ગુજરાતમાં 350થી વધારે મલ્ટી-બ્રાન્ડ હોમ ઈમ્પ્રૃવમેન્ટ સ્ટોરમાં ઉપલબ્ધ બનશે. આ પ્રોડક્ટ મહત્વના ઈ-કોમર્સ પ્લેટફોર્મના માધ્યમથી પણ ઉપલબ્ધ બનશે, જેમાં અર્બન મેટ્રોમાં તેની ઝડપભેર ઉપલબ્ધતા સુનિશ્ચિત બનશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)