Gold Prices Ahmedabad: હાજર ચાંદી રૂ. 1000 ઉછળી 83000, સોનુ રૂ. 75000 સ્થિર
અમદાવાદના હાજર ભાવ
ચાંદી ચોરસા | 881000-83000 |
ચાંદી રૂપું | 80800-82800 |
સિક્કા જૂના | 750- 1000 |
999 સોનું | 74000-75000 |
995 સોનું | 74800- 74800 |
હોલમાર્ક | 73500 |
અમદાવાદ, 15 એપ્રિલઃ અમદાવાદ ખાતે આજે હાજર બજારમાં ચાંદી કીલોદીઠ રૂ.1000 ઉછળી રૂ. 83000ની સપાટીએ રહી હતી. જોકે, સોનું 10 ગ્રામદીઠ રૂ. 75000ની સપાટીએ સ્થિર હતું. વૈશ્વિક સ્તરે જિયો-પોલિટિકલ ક્રાઈસિસ સતત વધી રહી છે. ઈરાનનો ઈઝરાયલ હુમલાને લીધે તણાવ વધવાની ભીતિના પગલે રોકાણકારો કિંમતી ધાતુમાં રોકાણ વધારી રહ્યા છે. પરિણામે ડોલરની સાથે સાથે કિંમતી ધાતુની કિંમતો વધી છે.
છેલ્લા દોઢ માસમાં એમસીએક્સ ખાતે સોનું રૂ. 62200 પ્રતિ 10 ગ્રામ સામે 17 ટકા ઉછળી રૂ. 72800 પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું છે. વર્તમાન જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે આગામી સમયમાં વધુ 10થી 15 ટકાનો ઉછાળો નોંધાવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. નજીકના ગાળા માટે રૂ. 70200ના સપોર્ટ સાથે રૂ. 73700-75200 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચવાની શકયતા હોવાનું બજાર નિષ્ણાતો જણાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)