અમદાવાદ, 20 જાન્યુઆરીઃ બજેટમાં કન્સેશનલ કોર્પોરેટ ટેક્સ રેટ ફરી લાવવા સરકાર વિચારી રહી હોવાના અહેવાલો છે. ભૂતકાળમાં નવા મેન્યુફેક્ચરીંગ યુનિટો માટે 15 ટકાના રાહતના દરે ટેક્સ લેવાની યોજના અમલમાં હતી, હવે એને 18 ટકાના દર સાથે ફરીથી લાવવાની ચર્ચા થવા લાગી છે. આ પગલું સ્થાનિક ઉત્પાદનની વૃદ્ધિ માટે પ્રોત્સાહક બની રહેશે અને ખાસ કરીને જેમના મેન્યુફેક્ચરીંગ પ્લાંટ ઊભા થઇ રહ્યાં છે તેવી કંપનીઓને ફાયદો થશે.

સોમવારે ટ્રમ્પ-શપથ વિધિ પૂર્વે સાવચેતીઃ ટેરીફ વધવાનો ડરમેન્યુફેક્ચીંગ માટે બજેટમાં કોર્પોરેટ ટેક્સમાં કન્સેશન આવી શકેએક્સીસ બેન્કમાં ત્રિમાસિક પરિણામ પછી ધબડકો

નિફ્ટી ઇન્ડીયા મેન્યુફેક્ચરીંગ ઇન્ડેક્સ 0.85% વધી 13507 રહ્યો હતો. આ ઇન્ડેક્સનો હિન્દુસ્તાન કોપર 6.13% પ્લસ થઇ રૂ. 245 અને હિન્દુસ્તાન એરોનોટીક્સ 5.14% વધી રૂ. 4120 બંધ હતા. શુક્રવારે નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ ગુરૂવારના  64564ના બંધ સામે 64616ના સ્તરે ખુલી 65250 અને 64251 વચ્ચે રમી 0.76%, 489 પોઇન્ટ્સ વધી 65053  બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સના હિન્દુસ્તાન એરોનોટીક્સ, મેક્રોટેક ડેવલપર્સ(લોઢા), એબીબી અને ગોદરેજ કન્ઝ્યુમર 3થી 5 ટકાના સુધારા સાથે અનુક્રમે રૂ. 4120,1179,1190, બંધ રહ્યા હતા. સામે વરૂણ બેવરેજીસ પોણા ત્રણ ટકા ઘટી રૂ. 559 પર આવી ગયો હતો. નિફ્ટી મિડકેપ સિલેક્ટ 12218વાળો 12234 ઓપન થઇ 12288-12147ની રેન્જમાં રમી છેવટે પા ટકો વધી 12249 આસપાસ હતો. આ ઇન્ડેક્સના પ્રતિનિધિ શેરોની મુવમેન્ટ +2.78% થી -1.90%ની રેન્જમાં હતી તેમાં ઇન્ડસ ટાવરનો ઉલ્લેખ કરવો ઘટે. આ શેર 2.78% સુધરી રૂ. 364 બંધ હતો. નિફ્ટી પ્રમાણમાં મધ્યમગામી રહીને-અડધો ટકો ઘટીને 23203 બંધ હતો. આ ઇન્ડેક્સને ઓછું ડેમેજ થવાનું કારણ રિલાયન્સમાં સારાં પરિણામો પછી આવેલો પોણાત્રણ ટકાનો સુધારો હતો. છેલ્લે રિલાયન્સ 1300 આસપાસ હતો. તેથી વિપરિત ઇન્ફોસીસમાં પરિણામો પછી આવેલો અંદાજે પોણા છ ટકાનો ઘટાડો અને એક્સીસ બેન્કમાં પણ રીઝલ્ટ પછીની શુક્રવારની સેશનમાં જોવાયેલા સાડાચાર ટકાના ઘટાડાએ નિફ્ટીને નીચે રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ બંન્ને શેરો અનુક્રમે રૂ. 1817 અને રૂ. 992ની સપાટીએ બંધ હતા. નિફ્ટી બેન્ક અને નિફ્ટી ફાઇનેન્સીયલ સર્વીસીસ દોઢ-દોઢ  ટકો તૂટી અનુ ક્રમે 48540 અને 22608ની સપાટીએ બંધ રહ્યાં હતા. નિફ્ટી બેન્કનો કોટક બેન્ક અઢી ટકા ઘટી રૂ. 1759 આસપાસ બોલાતો હતો. આઇસીઆઇસીઆઇ અને ફેડરલ બેન્ક બબ્બે ટકા ઘટી અનુક્રમે રૂ. 1225 અને 191ના સ્તરે બંધ હતા. ફાઇનેન્સીયલ સર્વીસીસનો શ્રીરામ ફાઇનેન્સ પોણાચાર ટકા તૂટી રૂ. 526 આસપાસ હતો. મિડકેપ સ્મોલકેપનો દેખાવ થોડોક સારો હતો.

ટ્રમ્પની ટેરીફનો ડર લગભગ બધાં દેશોને સતાવવા લાગ્યો છે. તેમની શપથવિધિ સોમવારે છે અને તે દિવસથી જ ધડાકા થવાનો ડર તેમના પડોશી દેશોમાં વધતો જાય છે. બેન્ક ઓફ કેનેડાના ડેપ્યુટી ગવર્નર ટોની ગ્રેવેલે જણાવ્યું હતુ કે કેનેડાથી થતી નિકાસો પરની સંભવિત ટ્રમ્પ ટેરીફની ભારે નકારાત્મક અસર થશે.

વિવાદાસ્પદ શોર્ટ-સેલર હિન્ડેનબર્ગના શટર ડાઉન થઇ ગયાં છે. અચાનક લેવાયેલા આ નિર્ણયથી અનેક શંકા- કુશંકાઓ ઉભી થઈ છે. જાણકારો હિન્ડેનબર્ગને જ્યોર્જ સોરોસ અને ડીપ સ્ટેટ સાથે જોડી રહ્યા છે. આઉટગોઇંગ યુએસ રાષ્ટ્રપતિ નિવૃત્તિના થોડા દિવસો પહેલા ભારત વિરોધી જ્યોર્જ સોરોસને એવોર્ડ આપી રહ્યા છે, તો અન્ય એક કુખ્યાત શોર્ટ સેલર હિન્ડેનબર્ગ રાષ્ટ્રપતિ બાઇડેનની વિદાય પૂર્વે જ ઉતાવળે દુકાન બંધ કરી છે.

જુલાઈ 2024 માં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ને પુરાવા મળ્યા કે હિન્ડનબર્ગે એકમાત્ર ક્લાયન્ટ કિંગડન કેપિટલ માટે રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, જેનો તથાકથિત ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંબંધ છે. SEBI એ યુએસ સ્થિત શોર્ટ-સેલર સામે મજબૂત કેસ બનાવ્યો છે, જેમાં તેના પર અપ્રકાશિત, ભાવ-સંવેદનશીલ માહિતી પર વેપાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હિન્ડેનબર્ગના નિશાને એકમાત્ર અદાણી જ નહોતા. ટ્વિટરના સંપાદન દરમિયાન એલોન મસ્ક અને અબજોપતિ રોકાણકાર કાર્લ ઇકાન (બંને ડોનાલ્ડ ટ્રમ્પના અગ્રણી સમર્થકો) પર પણ હિન્ડેનબર્ગે નિશાન સાધ્યું હતું. હવે ટેબલ ટર્ન થઇ જતાં અને મસ્કની નજીક સત્તા આવી જતાં, મનઘડંત માહિતીના આધારે લાંબા સમયથી ચાલતા આરોપો સાથે કંપની અને તેના વિવાદાસ્પદ સંસ્થાપક  નાથન એન્ડરસન હવે તપાસ હેઠળ છે. એન્ડરસન જાહેરમાં દેખાવાનું ટાળી રહ્યા છે તેનાથી શંકાઓ વધી રહી છે. તેઓ જ્યોર્જ સોરોસ અને ડીપ સ્ટેટના મોરચે કામ કરી રહ્યા હોવાની અટકળો પણ સેવાઈ રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં એક ઇઝરાયલી અહેવાલમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે સોરોસ અને ડીપ સ્ટેટ પાછળ ચીની હિતો ખાસ હતા. ખાસ કરીને તેઓ ભારતના IMEC (ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર) પહેલનો વિરોધ કરતા હતા. હિન્ડેનબર્ગ રિપોર્ટ પ્રકાશિત થયાના થોડા દિવસો પહેલા જ અદાણી જૂથ દ્વારા ઇઝરાયલનું હાઈફા બંદર હસ્તગત કરવામાં આવ્યું હતું. આ વેપાર માર્ગને ચીનના બેલ્ટ એન્ડ રોડ પહેલના સીધા વિરોધી તરીકે જોવામાં આવે છે. ટૂંકમાં મસ્ક ટ્ર્મ્પની નજીક છે અને ભારતમાં અદાણી કોની નજીક છે એ સર્વ વિદિત છે, તેથી હિન્ડેનબર્ગના કેસમાં દુશ્મનનો મિત્ર એ મારો પણ મિત્ર એ ન્યાય પ્રવર્ત્યો છે.

 આ વર્ષે ઇવી વાહનોનું વેચાણ 8 ટકા વધવાનો આશાવાદ

નવી દિલ્હી ઓટો શો પ્રસંગે બોલતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ઇવી વાહનોનું વેચાણ 8 ટકા વધવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 0.31%  ઘટી 22791ના સ્તરે વિરમ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)