ગ્રીન્ઝો એનર્જી ગુજરાતમાં 5 વર્ષમાં રૂ. 500 કરોડનું મૂડીરોકાણ કરશે
અમદાવાદ: ગુજરાત સરકારની ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના અંતર્ગત ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમીટેડ રાજ્યમાં સાણંદ ખાતે આગામી પાંચ વર્ષમાં રૂ.500 કરોડનું રોકાણ કરશે. કંપનીએ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. ઇંધણ અને ખાતરો પર ભારતના આયાત ખર્ચને ઘટાડવા માટે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન જરૂરી છે- અને બચત કરેલા નાણાંનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં અને નાગરિકો માટે સામાજિક કલ્યાણ યોજનાઓ બનાવવા માટે કરવામાં આવશે. બળતણ તરીકે હાઇડ્રોજન બિન પ્રદૂષિત અને પર્યાવરણને અનુકૂળ છે, તે પાણીના ઇલેક્ટ્રોલિસીસ દ્વારા ઉત્પન્ન કરી શકાય છે- જે ફરીથી પર્યાવરણને અનુકૂળ છે. ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનમાં, સૌર ઉર્જાનો ઉપયોગ ઇલેક્ટ્રોલિસીસ માટે થાય છે- તેથી તે ટકાઉ છે અને ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે. ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન માટે, ઈલેક્ટ્રોલાઈઝર એ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને હાલમાં ભારતમાં ઈલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન થતું નથી. ગ્રીનઝો એનર્જી ઈન્ડિયા લિમિટેડ સાણંદમાં એક ફેક્ટરી સ્થાપશે જે સ્વદેશી “ઈલેક્ટ્રોલાઈઝર” બનાવશે. કંપનીએ યુકે અને જર્મની સાથે ભાગીદારી કરી છે અને તેઓ ભારતમાં આ ટેકનોલોજી મેળવશે.
એમઓયુ પર હસ્તાક્ષર કરતી વેળાએ ઉદ્યોગ પ્રધાન બળવંત સિંહ, સાણંદના ધારાસભ્ય કનુભાઇ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કેલાસનાથન પણ હાજર રહ્યા હતા. આ એમઓયુ પર ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયાના ચેરમેન અને એમડી સંદીપ અગરવાલ તથા જીઆઇડીના વીસી અને એમડી રાહુલ ગુપ્તા વચ્ચે કરવામાં આવ્યા હતા.
ફેક્ટરી અંદાજે 100 લોકો માટે સીધી હજારો માટે પરોક્ષ રોજગારનું સર્જન કરશે
ગ્રીન્ઝો એનર્જી ઈન્ડિયા લિમિટેડ આગામી કેટલાક વર્ષોમાં સાણંદમાં ઈલેક્ટ્રોલાઈઝર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી સ્થાપવા માટે લગભગ રૂ. 500 કરોડનું રોકાણ કરશે. આ ફેક્ટરી અંદાજે 100 લોકો માટે સીધી હજારો માટે પરોક્ષ રોજગારનું સર્જન કરશે. એમઓયુ હેઠળ, ગુજરાત સરકારે માત્ર તમામ શક્ય મદદ જ નથી આપી પરંતુ સાણંદ ખાતે ફેક્ટરી સ્થાપવા માટે 10000 ચોરસ મીટર જમીન પણ ફાળવી છે. સંદીપ અગ્રવાલ, ભરત ગુપ્તા, કુશલ અગ્રવાલ, મતી શ્રેયા અગ્રવાલ અને અમિત સિંઘલના બનેલા ગ્રીનઝો એનર્જી ઈન્ડિયા લિમિટેડના ટોચના નેતૃત્વએ ઈલેક્ટ્રોલાઈઝ ર્મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભરતાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને તે ગુજરાત અને તેના દ્વારા લાવનારા પરિવર્તન પર ભાર મૂક્યો હતો.