અમદાવાદ, 4 સપ્ટેમ્બર: પ્રોવેન્ટસ એગ્રીકોમ લિમિટેડ ખાતે અમે બદામ અને અન્ય સૂકામેવા પર જીએસટીનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળની ગતિશીલ ભારત સરકાર દ્વારા લેવાયેલા ભવિષ્યલક્ષી પગલાંનું ઉમળકાભેર સ્વાગત કરીએ છીએ.

આ મહત્વનો સધારો ન કેવળ વપરાશને પ્રોત્સાહન આપશે અને તંદુરસ્ત, પોષકતત્વોથી ભરપૂર પ્રોડક્ટ્સને ભારતીય ગ્રાહકો માટે વધુ કિફાયતી બનાવશે પરંતુ માનનીય વડાપ્રધાનના તંદુરસ્ત ભારતના નિર્માણના વિઝન સાથે પણ તે સંલગ્ન છે. કુદરતી અને પોષકતત્વોથી પૂર્ણ ભોજનને વધુને વધુ સ્વીકારવા માટે પ્રોત્સાહન આપીને આ પહેલ દેશના પોષણ અને સુખાકારીની સફરને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

GST માં ઘટાડાથી ઓર્ગેનાઇઝ્ડ બ્રાન્ડેડ ડ્રાય ફ્રૂટ્સ અને હેલ્થી સ્નેકિંગ ઇન્ડસ્ટ્રીને મજબૂત વેગ મળશે જેનાથી વધુ મૂલ્ય નિર્માણ, ખેડૂતો સાથેના જોડાણ અને ગ્રાહક વિશ્વાસ માટેની તકો ઊભી થશે. અમે માનીએ છીએ કે આ પહેલ મોટાપાયે માંગ ઊભી કરશે જેનાથી વૈશ્વિક સ્પર્ધાત્મક ક્ષેત્રે આ કેટેગરી ઝડપથી વૃદ્ધિ પામશે. એક સમર્પિત કંપની તરીકે ProV આ વિઝન સાથે સંપૂર્ણપણે જોડાયેલી છે.

નાણાંકીય વર્ષ 2028 સુધીમાં બ્રાન્ડ આવકને રૂ. 1,000 કરોડનો આંક પાર કરવાના અમારા લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ કરશે. ઉપરાંત, તે ભારતને વધુ તંદુરસ્ત, વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવાના વ્યાપક મિશનમાં પણ યોગદાન આપશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)