ડિજિટલ યુગમાં સમાવેશક વિકાસ માટે સ્ટાર્ટઅપ્સ અને MSMEનું સશક્તિકરણ
ઈન્ડિયા-યુએસ CEO ફોરમ WG7 રૂ. 1 કરોડ સુધીના ઇનામ સાથે દ્વિપક્ષી નોલેજ-શેરિંગ પ્લેટફોર્મ અને ઇનોવેશન હેકાથોન લોન્ચ કરે છે
અમદાવાદ, 28 મેઃ યુનાઇટેડ સર્વિસીઝ ઇન્સ્ટિટ્યૂટ (યુએસઆઈ) અને સાયબરપીસ ફાઉન્ડેશન સાથેની ભાગીદારીમાં ઉદ્યોગસાહસિકતા, સમાવેશક વિકાસ તથા નાના વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટેના ઈન્ડિયા-યુએસ CEO ફોરમના વર્કિંગ ગ્રુપ 7 એ યુએસઆઈ ખાતે સમાવેશક વિકાસ, વ્યાપારને ઉત્તેજન, ડિજિટલ યુગમાં સ્ટાર્ટઅપ્સ તથા MSMEને સશક્ત બનાવવા અંગેની ચર્ચા દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષી નોલેજ-શેરિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું.
આ ચર્ચાવિચારણા દરમિયાન નવીનતમ હેકાથોન પ્રક્ષેપણ તથા MSME અને સ્ટાર્ટઅપ્સ માટે સાયબરસિક્યોરિટી અને એઆઈ કેપેસિટી બિલ્ડિંગ અને સ્કીલિંગ વર્કશોપ્સનું પણ લોન્ચિંગ થયું હતું. આ વર્કશોપ ઓનલાઇન જોખમોથી MSME અને સ્ટાર્ટઅપ્સને સુરક્ષા પૂરી પાડવા પર ધ્યાન આપશે અને વ્યવસાયોને સ્થિતિસ્થાપક સુરક્ષા માળખા ઊભા કરવા માટે જરૂરી જ્ઞાન અને સાધનો પૂરા પાડશે.
આ કાર્યક્રમમાં ઇનમોબીના ચીફ કોર્પોરેટ ઓફિસર અને પબ્લિક પોલિસી ઓફિસર, ગ્લોબલ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (એસવીપી) તથા શેરપા WG7 ડો. સુબી ચતુર્વેદીએ જણાવ્યું હતું કે “આ ચર્ચા તથા નોલેજ-શેરિંગ પ્લેટફોર્મ ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષી સંબંધો વધારશે અને વેપારને ઉત્તેજન આપશે જેનાથી ગ્લોબલ સપ્લાય ચેઇનમાં MSMEને ઇન્ટિગ્રેટ કરીને અને સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવીને સમાવેશક વિકાસને પ્રોત્સાહન મળશે.”
આ દ્વિપક્ષીય હેકાથોન મહિલાઓની આગેવાની હેઠળના વ્યવસાયો પર મજબૂત ભાર સાથે નવીનતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે,જે સહભાગીઓમાં 50 ટકા મહિલા પ્રતિનિધિત્વનું લક્ષ્ય ધરાવે છે”, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય અતિથિપદે રહેલા ભારતના વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (ન્યુ ઇમર્જિંગ એન્ડ સ્ટ્રેટેજિક ટેક્નોલોજી ડિવિઝન) મહાવીર સિંઘવીએ દ્વિપક્ષીય વેપારમાં સુધારો કરવા અને નવીનતામાં રાષ્ટ્રની યોગ્યતા વધારવા અને ઉભરતી ટેક્નોલોજીને અપનાવવા અંગે સરકારના ધ્યાન પર ભાર મૂક્યો હતો. સાયબરપીસ ફાઉન્ડેશનના સ્થાપક અને ગ્લોબલ પ્રેસિડેન્ટ મેજર વિનીત કુમારે જણાવ્યું હતું કે, “સાયબર સિક્યુરિટી કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપનો હેતુ બધા માટે સલામત અને સમાન ઇન્ટરનેટ બનાવવાનો છે.
આ ચર્ચા અને લોન્ચનું આયોજન ઈનમોબી, માસ્ટરકાર્ડ અને ટાટા સન્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને સાયબરપીસ ફાઉન્ડેશન, યુએસઆઈ અને યુએસઆઈબીસી દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમેરિકી સરકારના કોમર્શિયલ અફેર્સના મિનિસ્ટર કાઉન્સેલ જોનાથન હેઇમર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. WG7ના અમેરિકા પક્ષેથી ચેર વતી અન્ય મુખ્ય વક્તાઓ અને મહાનુભાવોમાં મેજર જનરલ (ડો.) પવન આનંદ, એવીએસએમ, (નિવૃત્ત), ડિરેક્ટર યુએસઆઈ-સીએએનબી અને વરુણ સખુજા, ડિરેક્ટર ઓફ પ્રોડક્ટ ડેવલપમેન્ટ – ઇનોવેશન એન્ડ કસ્ટમર સોલ્યુશન્સ, માસ્ટરકાર્ડ, એશિયા પેસિફિક ઉપસ્થિત રહ્યા હતા. માસ્ટરકાર્ડે નાણાંકીય ક્ષમતા નિર્માણ અંગેની અનેક પહેલ રજૂ કરી હતી અને સમાવેશક વૃદ્ધિ તથા MSME અને સ્ટાર્ટઅપ્સ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)