TVS SCS Q4 ચોખ્ખો નફો 5.4 કરોડ
ચેન્નઇ, 28 મે: TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ લિમીટેડ એ 31 માર્ચ 2024ના રોજ પૂરા થયેલા ચતુર્થ ક્વાર્ટર અને આખા વર્ષના સંયુક્ત ઓડીટ થયા વિના નાણાંકીય પરિણામોની ઘોષણા કરી હતી. કંપનીએ Q4 FY23માં નોંધાવેલી રૂ. (9.4 કરોડ)ની ખોટ સામે 31 માર્ચ 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 158%ની વૃદ્ધિ સાથે કરબાદ નફો રૂ. 5.40 કરોડ મેળવ્યો છે.
ISCS સેગમેન્ટે રૂ. 1,379.5 કરોડની ત્રિમાસિક આવક સાથે 8.4%ની ત્રિમાસિક અને 9.9% વાર્ષિક વૃદ્ધિ જાળવી રાખી છે. પ્રવર્તમાન ક્વાર્ટરમાં ISCSમાં 9.6%નો, 40 બીપીએસનો વધારો થયો હતો. આખા વર્ષની ISCS સેગમેન્ટની આવક વાર્ષિક ધોરણે 14.4% વધીને રૂ. 5,240 કરોડ થઇ હતી. આ સમયગાળામાં ઇબીઆટીડીએ માર્જિન 130 બીપીએસ વધ્યો હતો જેણે સંપૂર્ણ ઇબીડીઆઇટીડીએમાં 31.4%નો વધારો કરીને રૂ. રૂ. 536.2 કરોડ કરી હતી.
NS બિઝનેસ સેગમેન્ટે ત્રિમાસિક 10.2%ની વૃદ્ધિ સાથે રૂ. 1046.8 કરોડની આવક પ્રાત કરી હતી. આ આવક FY 23ના ત્રિમાસિક આંકડાઓ સાથે મળતી આવતી હતી. માર્ચ 2024માં પૂરા થયેલા આખ વર્ષમાં NS સેગમેન્ટની આવક રૂ. 3960 કરોડ હતી જે પાછલા વર્ષની તુલનામાં 26.9% ઘટી હતી કેમ કે કોવિડ સમયના ઊંચા મથાળેથી વૈશ્વિક નૂર દરો સ્થિર થયા હતા. FY24 ના Q4 માટે, સંયુક્ત ધોરણે આવક રૂ. 2426.3 કરોડ થઇ હતી જે ત્રિમાસિક ધોરણે 9.2%ની વૃદ્ધિ અને વાર્ષિક ધોરણે 4.5%ની વૃદ્ધિ દર્શાવે છે.
સંપૂર્ણ વર્ષ માટે, સંયુક્તઆવક રૂ. 9200 કરોડ થઇ હતી જે FY23ની તુલનામાં રૂ. 794 કરોડ જેટલી ઓછી હતી, જે મુખ્યત્વે NS સેગમેન્ટમાં ISCS સેગમેન્ટના બિઝનેસથી સરભર થયો હતો. સમાયોજિત EBITDA 3.7% વધીને રૂ. 710.2 કરોડ થઇ હતી. કંપની ISCS સેગમેન્ટમાં સતત વૃદ્ધિ મારફતે Q3માં પોતાના ટર્નએરાઉડ પ્રદર્શન સાથે પરત ફરી હતી અને નેટવર્ક સોલ્યુશન્સે Q4માં સ્થિરતા દર્શાવી હતી. વધુમાં તેણે રૂ. 1,195 કરોડ જેટલું ઋણ પણ ઘટાડ્યુ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)