અમદાવાદ, 15 નવેમ્બર: સર્વે રોકાણકારો મિત્રોને નવા વર્ષની શુભકામના… સહ નવું વર્ષ તમામ પ્રકારે સુખ-શાંતિ- ઐશ્વર્ય અને આરોગ્યપ્રદ નિવડે તેવી શુભકામના..- મહેશ ત્રિવેદી

દિવાળીના દિવસે મુહુર્તના સોદામાં સુધરેલાં બજારે બીજા દિવસે રાઇના ભાવ રાતે વઇ ગ્યા વાળી કરીને કરેક્શન મોડને ફરી અપનાવી લેવા સાથે ઘટાડાની ચાલ નોંધાવી હતી. વેકેશન મોડમાં રહેલા માર્કેટમાં દિવસ દરમિયાન સાંકડી વધઘટ અને ઘટેલાં વોલ્યૂમ વચ્ચે નિફ્ટીની રેન્જ 70 પોઇન્ટની રહી હતી. નિફ્ટી માટે 20 દિવસીય એવરેજ 19329 પોઇન્ટની રહેવા સાથે રેન્જ 19200ની જણાય છે. જે સપોર્ટ લેવલ તરીકે વર્તી શકે છે. નીચામાં ઘટે તો 198900ને રોક બોટમ સમજવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.

ઇન્ટ્રા-ડે વોચઃ ખરીદો આઇસીઆઇસીઆઇ બેન્ક, એસબીઆઇ કાર્ડ, હવેલ્સ

બેન્ક નિફ્ટીએ પણ મુહુર્તના બીજા દિવસે લોંગ દોજી કેન્ડલ રચવા સાથે સાઇડબ્રેકઆઉટ આપવા સાથે નેગેટિવ ટ્રેન્ડ નોંધાવ્યો હતો. ટેકનિકલી બેન્ક નિફ્ટી માટે 43700 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ તેનાથી નીચે જાય તો 43558
પોઇન્ટની સપાટીને રોક બોટમ સમજવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)