અમદાવાદ, 3 સપ્ટેમ્બર: HDFC બેંક અને JLR ઇન્ડિયાએ ઑટો ફાઇનાન્સિંગ માટે એક મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. HDFC બેંક હવે JLRની પસંદગીની વ્હિકલ ફાઇનાન્સર હશે. JLRના મોડેલોની સમગ્ર રેન્જ માટેની ઑફરોને સમાવી લેનારા આ એમઓયુ પર JLRના મેનેજિંગ ડિરેક્ટર રંજન અંબા તથા HDFC બેંકની રીટેઇલ એસેટ્સના ગ્રૂપ હેડ અરવિંદ વ્હોરાએ સહી કરી હતી. આ પ્રસંગે HDFC બેંકના ઑટો લૉન્સ અને ઇન્વેન્ટરી ફાઇનાન્સના બિઝનેસ હેડ અખિલેશ કુમાર રૉય સહિતના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેની સેવાઓ JLRના તમામ એક્સક્લુસિવ શૉરૂમ્સ અને ડીલરશિપ ખાતે ઉપલબ્ધ થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)