HDFC બેંક: સલામત ડિજિટલ બેંકિંગ પ્રેક્ટિસ અંગે ફ્રોડ અવેરનેસ વીકની ઉજવણી
અમદાવાદ, 18 નવેમ્બર: HDFC બેંકએ ઇન્ટરનેશનલ ફ્રોડ અવેરનેસ વીક (આઇએફએડબ્લ્યુ)ની ઉજવણી કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (આઇઆઇપીએ)ના સહયોગમાં ‘બેંકિંગ/ફાઇનાન્શિયલ સાઇબર ક્રાઇમ પ્રીવેન્શન એન્ડ ડીટેક્શન’ પર એક દિવસની કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું. HDFC બેંક સતત ચોથા વર્ષે આઇએફએડબ્લ્યુ દરમિયાન સાઇબર ફ્રોડ અંગે જાગૃતિ પેદા કરવા માટે સક્રિયપણે યોગદાન આપી રહી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી બાબતોના કેન્દ્રીય મંત્રાલય, આઇઆઇપીએ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કેન્દ્રીય નાણાં મંત્રાલય, ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કૉ-ઑર્ડિનેશન સેન્ટર (I4C), નેશનલ સાઇબર સિક્યુરિટી કૉ-ઑર્ડિનેટર (એનસીએસસી), CERT-in, દિલ્હી પોલીસ, હરિયાણા પોલીસ, ઉત્તર પ્રદેશ પોલીસના પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા અગ્રણી બેંકો અને નાણાકીય મધ્યસ્થીઓના વરિષ્ઠ અધિકારીઓ આ કૉન્ફરન્સમાં હાજર રહ્યાં હતાં.
એસ. એન. ત્રિપાઠી, ડીજી, આઇઆઇપીએ (નિવૃત્ત આઇએએસ)એ જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમને રોકવા માટેની જંગમાં આપણે ભેગા મળીને મોરચો માંડવો પડશે. HDFC બેંકના રીટેઇલ પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને ફ્રોડ કન્ટ્રોલના ગ્રૂપ હેડ પ્રશાંત મહેરાએ જણાવ્યું હતું કે, સાઇબર ક્રાઇમ એ વ્યક્તિ અને સંગઠનની ગુપ્તતા અને સુખાકારી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માટે એક ગંભીર જોખમ છે. આથી જ સાઇબર ફ્રોડ અંગે જાગૃતિ પેદા કરવી એ ખૂબ જ જરૂરી છે અને HDFC બેંકનું ‘સ્ટે સેફ, સ્ટે વિજિલ’ અભિયાન આમ કરવાની દિશામાં શરૂ કરવામાં આવેલી વધુ એક પહેલ છે. HDFC બેંક છેલ્લાં ચાર વર્ષથી સમગ્ર દેશમાં વિવિધ સ્થળોએ સલામત બેંકિંગની પહેલ હેઠળ સાઇબર ફ્રોડ અંગે જાગૃતિ પેદા કરવાની વર્કશૉર્સ યોજી રહી છે.
આ કૉન્ફરન્સ દરમિયાન HDFC બેંકે ઇન્ડસ્ટ્રીની સૌપ્રથમ ટ્રાન્ઝેક્શન વેરિફિકેશન મેથડનું અનાવરણ કર્યું હતું, જે વૉટ્સએપ પર સંચાલિત થાય છે. તેનાથી ગ્રાહકો વોઇસ ઇન્ફોર્મેશન વગર ખરાઈ કરી શકે છે. આ સુવિધાને આ વર્ષના અંત પહેલાં ગ્રાહકો માટે લૉન્ચ કરી દેવામાં આવશે.
2021માં સાઇબર ગુનાના 52,900થી વધારે કેસ પૈકી 60% કેસ નાણાકીય છેતરપિંડીના
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો મુજબ, ભારતમાં વર્ષ 2021માં સાઇબર ગુનાના 52,900થી વધારે કેસ નોંધાયા હતાં. તેમાંથી લગભગ 60% કેસ નાણાકીય છેતરપિંડીના હતાં. એક પ્રેઝન્ટેશનમાં ડીઓટીએ જણાવ્યું હતું કે, વર્ષ 2025 સુધીમાં સાઇબર ગુનાઓનો ભોગ બનેલા લોકો 17.65 ટ્રિલિયન યુએસ ડૉલર ગુમાવશે. આથી, સાઇબર ગુનાઓને રોકવા અને તેની સામે લડત આપવા માટે સહયોગાત્મક અને સંકલિત કાર્યવાહી કરવી જરૂરી બની ગયું છે. આ કૉન્ફરન્સ મારફતે HDFC બેંકનો ઉદ્દેશ્ય ગ્રાહકોના લાભ માટે સાઇબર સુરક્ષા અને સ્થિતિસ્થાપકતાને વધારવા કાર્યવાહી કરી શકાય તેવી ભલામણો મેળવવા માટે વિવિધ હિતધારકો અને નીતિ ઘડનારાઓ વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપવાનો છે.
વર્ષ 2025 સુધીમાં સાઇબર ગુનાઓનો ભોગ બનેલા 17.65 ટ્રિલિયન યુએસ ડૉલર ગુમાવશે
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)