HDFC બેન્ક પરિવર્તને ગ્રામીણ વિકાસ પહેલ હેઠળ સીમાડાના 298 ગામોને આવરી લીધા
અમદાવાદ, 19 એપ્રિલ: એચડીએફસી બેન્કે તેના સીએસઆર જૂથ પરિવર્તન મારફત આયોજિત ગ્રામીણ વિકાસ પહેલ હેઠળ દેશભરના સીમાડાના 298 ગામોને આવરી લીધા છે. આ ગામડાંઓ આસામ, અરૂણાચલ પ્રદેશ, બિહાર, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, રાજસ્થાન, સિક્કિમ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના સરહદી વિસ્તારોમાં સ્થિત છે. બેન્ક આગામી વર્ષોમાં સીમાડાના વધુ 150 ગામોને આવરી લેવાની યોજના ધરાવે છે. પરિવર્તને આ વિસ્તારોમાં જરૂરિયાત આધારિત હસ્તક્ષેપો કરી આશરે પાંચ લાખ લોકોના જીવન ધોરણમાં સુધારો કર્યો છે.

બેન્કે આ ક્ષેત્રોમાં બે મહત્ત્વની પહેલ અમલમાં મૂકીઃ
- હોલિસ્ટિક રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (HRDP): આ સર્વાંગી ગ્રામીણ વિકાસ કાર્યક્રમ અભિગમ 36-48 મહિનાના સમયગાળામાં 15-20 સંલગ્ન ગામોના ક્લસ્ટર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ગ્રામીણ વિકાસ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, નાણાકીય સમાવેશ, આરોગ્ય અને સ્વચ્છતા તથા કુદરતી સંસાધન વ્યવસ્થાપન સહિત અનેક પાસાઓને જોડી કામ કરે છે.
- ફોકસ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP): આ પહેલ ચોક્કસ ક્ષેત્રોમાં હસ્તક્ષેપ કરી તેમાં ધ્યાન કેન્દ્રિત કરે છે, જે એક જ ક્ષેત્ર પર અસરકારક અસર ઉભી કરે છે.
એચડીએફસી બેન્કની પરિવર્તન પહેલ સરહદી વિસ્તારોમાં વસતા ગ્રામીણ સમુદાયોને મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે. જેમાં અરૂણાચલ પ્રદેશમાં લોઅર દિબાંગ ખીણ અને શી યોમી; આસામમાં બક્સા અને ઉદલગુરી; બિહારમાં કિશનગંજ, વેસ્ટ ચંપારણ અને મધુબની; ગુજરાતમાં બનાસકાંઠા, કચ્છ અને પાટણ; લદ્દાખ; મણિપુરમાં ચંદેલ; મેઘાલયમાં પૂર્વ જયંતિયા હિલ્સ; પંજાબમાં ફાઝિલ્કા અને પઠાણકોટ; રાજસ્થાનમાં બાડમેર; સિક્કિમમાં ગ્યાલશિંગ વેસ્ટ અને પાક્યોંગ; ઉત્તર પ્રદેશમાં પીલીભીત; અને ઉત્તરાખંડમાં ચમોલી જેવા સીમાડાના ગામો સમાવિષ્ટ છે.

આ પહેલ અંગે એચડીએફસી બેન્કના ડીએમડી કૈઝાદ ભરૂચાએ જણાવ્યું કે, અમે ટેકનોલોજીથી સજ્જ શિક્ષણ, સુધારેલી કૃષિ ઉત્પાદકતા, રિન્યુએબલ એનર્જી અને આજીવિકાની તકો પૂરી પાડી ભારતના સીમાડાના ગામોમાં અર્થપૂર્ણ અસર ઉભી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
એચડીએફસી બેન્કના સીએસઆર હેડ નુસરત પઠાણે આ અંગે જણાવ્યું હતું કે, ખાસ કરીને સીમાડાના ગામોના વિકાસ માટે સર્વાંગી અભિગમની ઈચ્છા પૂરતી નથી. પરંતુ એક સંપૂર્ણ આવશક્યતા છે. અમે ખાતરી કરીએ છીએ કે, એક ક્ષેત્રનો વિકાસ અન્ય ક્ષેત્રો પર સકારાત્મક અસરો ઉભી કરે છે. અમારી દખલગીરી સાથે અમે પ્રત્યેક ક્ષેત્રમાં મહત્તમ વિકાસ માટે વેગ અને પ્રોત્સાહન આપવા સજ્જ છીએ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
