અમદાવાદ, 12 એપ્રિલ, 2023: ભારતની ખાનગી ક્ષેત્રની ટોચની બેંક HDFC બેંકે 300 મિલિયન યુએસ ડૉલરની લાઇન ઑફ ક્રેડિટ માટે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઑફ કોરીયાની સાથે એક માસ્ટર ઇન્ટર બેંક ક્રેડિટ કરાર કર્યો છે. આ કરાર ગુજરાતના ગિફ્ટ સિટીમાં કરવામાં આવ્યો હતો. તેનાથી HDFC બેંકને વિદેશી હૂંડિયામણનું ભંડોળ ઊભું કરવામાં મદદ મળી રહેશે, જેને કોરીયા સંબંધિત વ્યવસાયોને પૂરું પાડવામાં આવશે. HDFC બેંક દ્વારા લાઇન ઑફ ક્રેડિટને નીચે જણાવેલી કંપનીઓની ફન્ડિંગની જરૂરિયાતોને પૂરી કરવા માટે ઉપયોગમાં લેવાશે

કોરીયન કંપનીઓની ઇક્વિટી સહભાગીદારી ધરાવતી કંપનીઓ

કોરીયન કંપનીઓ સાથે વ્યાવસાયિક સંબંધ ધરાવતી કંપનીઓ

કોરીયાની કંપનીઓ દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલી કારને ખરીદવા માંગતા ગ્રાહકો.વ આ પ્રોગ્રામ હેઠળનું પ્રથમ ડ્રૉડાઉન મે મહિના સુધીમાં થશે.

HDFC બેંકના ટ્રેઝરી, સેલ્સ એનાલીટિક્સ એન્ડ ઓવરસીઝ બિઝનેસના ગ્રૂપ હેડ અરૂપ રક્ષિતે જણાવ્યું કે, કોરીયન એક્ઝિમ બેંક સાથેનો આ કરાર ભારત અને કોરીયા વચ્ચેના વ્યાપાર અને રોકાણના પ્રવાહને વધુ સુદ્રઢ બનાવશે અને સમર્થન પૂરું પાડશે.

ઇન્ટરબેંક ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટના ડિરેક્ટર જનરલ, હેડ ચૂન-જે લીના નેતૃત્ત્વ હેઠળની એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઑફ કોરીયાની ટીમે કરાર પર હસ્તાક્ષર સંબંધિત સમારંભમાં હાજરી આપી હતી. આ સિવાય ઇન્ટરબેંક ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ લૉન અધિકારી કુ. કી-યંગ જુંગ તથા નવી દિલ્હીમાં આવેલી રીપ્રેઝેન્ટેટિવ ઑફિસના મુખ્ય પ્રતિનિધિ કિસંગ કિમ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઑફ કોરીયા તરફથી આ સમારંભમાં હાજર રહ્યાં હતા. તો HDFC બેંક તરફથી બેંકના ટ્રેઝરી, સેલ્સ, એનાલીટિક્સ અને ઓવરસીઝ બિઝનેસના ગ્રૂપ હેડ અરૂપ રક્ષિત, ઓવરસીઝ બિઝનેસના હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કપિલ બંસલ તથા ગિફ્ટ સિટી આઇબીયુના હેડ આનંદ ઐયર આ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતા.