હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન એટલા જેનરિક હોય છે કે તે ભારતીય મહિલાઓનું ધ્યાન આકર્ષિત કરી શકતા નથી
હેલ્થ ઈન્સ્યોરન્સની વાત આવે ત્યારે તેના માટેનો નિર્ણય લેવાની પ્રક્રિયામાં 74% ભારતીય મહિલાઓ સામેલ નથી થતી | 75% મહિલાઓ માને છે કે વર્તમાન હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીઓ મહિલાઓની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવામાં અપૂરતી છે |
94% પ્રતિવાદીઓ એ વાત સાથે સહમત છે કે મહિલાઓ માટે વિસ્તૃત હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદીની પ્રક્રિયામાં તેમની ભાગીદારીમાં વધારો કરશે | યુનોમર દ્વારા સમગ્ર ભારતમાં હેલ્થ ઈન્સ્યોરન્સ ધરાવતી અને ઈન્સ્યોરન્સ લેવા માગતી 600 મહિલાઓમાં આ સર્વે કરવામાં આવ્યો હતો, જેમાંથી 80%ની ઉંમર 21-35 વર્ષ વચ્ચેની હતી |
અમદાવાદ, 8 માર્ચ : ખાનગી જનરલ ઈન્સ્યોરન્સ કંપની ફ્યુચર જનરલી ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીએ આજે #PowHer સર્વેના તારણોની જાહેરાત કરી હતી, આ એક્સક્લુસિવ સર્વે યુનોમર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વે હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદતી વખતે ભારતીય મહિલાઓની નાડ પારખવા પર કેન્દ્રિત છે.
આ પહેલ અંગે ફ્યુચર જનરલી ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અનુપ રાવે જણાવ્યું હતું કે, ફ્યુચર જનરલીમાં અમે માનીએ છીએ કે ભારતમાં હેલ્થ ઈન્સ્યોરન્સની ખરી ક્ષમતા બહાર લાવવાની ચાવી દરેક સંભવિત સમાન જૂથની જરૂરિયાતો પૂરી કરવા માટે ઉકેલને કસ્ટમાઈઝ કરીને માર્કેટને વિસ્તૃત બનાવવામાં રહેલી છે, પછી તે જૂથ ગમે તેટલું નાનું કેમ ન હોય. અમે અહીં અપૂરતી સેવાઓ મેળવનાર ભારતના સૌથી મોટા જૂથ અંગે વાત કરવા માટે એકત્રિત થયા છીએ, આ જૂથ કોઈ પણ માપદંડમાં ભારતની સૌથી મોટી લઘુમતી છે- અને આ જૂથ છે મહિલાઓ! ફ્યુચર જનરલીમાં અમે મહિલાઓની જરૂરિયાતો અને આવશ્યકતાઓને પૂરી કરતી કસ્ટમાઈઝ્ડ પ્રોડક્ટ ઓફર કરવા માટે છીએ, એક એવી પ્રોડક્ટ જે એકથી વધુ રીતે અનોખી છે, એક પ્રોડક્ટ જેને મહિલાઓની જરૂરિયાતને જોતાં ઉંડાણપૂર્વકના રિસર્ચ અને સમજને આધારે તૈયાર કરવામાં આવી છે. આ પ્રોડક્ટને સઘન સંશોધનની મદદથી ડિઝાઈન કરવામાં આવી છે- મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે- અને અમે આ પ્રોડક્ટને બજારમાં મૂકીએ છીએ. ભારત જેવા દેશમાં, જ્યાં મહિલાઓનું પ્રમાણ વસ્તીના અડધા જેટલું એટલે કે 49 ટકા છે, ત્યાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ઈન્ડિયાના રિપોર્ટના ડેટા પ્રમાણે 2019-2021 વચ્ચે 15-49 વર્ષની ઉંમરની ત્રીજા ભાગથી ઓછી કે 30 ટકા મહિલાઓને જ હેલ્થ ઈન્સ્યોરન્સ હેઠળ આવરી શકાઈ છે.
ફ્યુચર જનરલીએ વિસ્તૃત મહિલા હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી પ્લાનની પણ જાહેરાત કરી છે- જે મહિલાઓની આગવી જરૂરિયાતોને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવી છે. FGII “HEALTH POWHER” નો હેતુ જીવનના જુદા જુદા તબક્કાઓમાં મહિલાઓની જુદી જુદી જરૂરિયાતોને પૂરી કરવાનો છે. HEALTH POWHERના કેટલાક મહત્વના વિભેદકોમાં મહિલાઓમાં કેન્સરની સારવાર માટે વધુ લિમીટ, તરુણ વય અને મેનોપોઝ સંબંધિત સમસ્યાઓ માટે કવરેજ, માનસિક બિમારીઓના લાભને 200% સુધી પુનઃસ્થાપિત કરીને શારીરિક અને માનિસક સ્વાસ્થ્ય માટે ઓપીડી પર ફોકસ, ઈનફર્ટીલિટી ટ્રીટમેન્ટ અને ઓસાઈટ ક્રાયોપ્રિઝર્વેશન, સ્ટેમ સેલ સ્ટોરેજ, વિસ્તૃત વેલનેસ કાર્યક્રમ, નવજાતની ખોડખાંપણ માટે એકસામટા લાભ, નર્સિંગ કેર, હાડકાને મજબૂત બનાવતા ઈન્જેક્શન અને જોઈન્ટ ઈન્જેક્શન સહિતની સારવારને આવરી લેતી સીનિયર કેર તેમજ બાળકના જન્મ પછીના કવર સાથે વધારાના માતૃત્વના લાભોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલિસીમાં ઘણી વેલ્યુ એડેડ સર્વિસનો પણ સમાવેશ થાય છે, જેમાં વાર્ષિક હેલ્થ ચેક અપ અને પ્રિવેન્ટિવ કેર પેકેજ, ફિટનેસ પ્રોગ્રામ, ડાયટ અને ન્યૂટ્રીશન, સ્પા વેલનેસ, ગાયનેકોલોજિકલ કન્સલટેશન અને યોગા સહિતની સેવાઓ સામેલ છે
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)