અમદાવાદ1 ફેબ્રુઆરી: હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 10.67 કરોડ સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ નોંધાવ્યો, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 4.44 કરોડની તુલનામાં 140%ની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી આવક સ્ટેન્ડઅલોન બિસિસ પર રૂ. 70.35 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 62.86 કરોડની તુલનામાં 12%નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 17.75 કરોડ (એબિટા માર્જીન 25%) નોંધાયો, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 10.32 કરોડ (એબિટા માર્જીન 16%)ની તુલનામાં વાર્ષિક 72%નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે EPS પ્રતિ શેર રૂ. 12.54 રહ્યો છે.   

ક્વાર્ટર-એન્ડ પછી કંપનીને H9N2 એવિયન ઇન્ફ્લુએન્ઝા વેક્સિન માટે માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગ લાયસન્સ પણ મળ્યું છે. આ હેસ્ટર માટે મહત્વનું રેગ્યુલેટરી માઇલસ્ટોન છે, જે તેનાં પોળ્ટ્રી વેક્સિન પોર્ટફોલિયોને મજબૂત કરે છે.

નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ નવ મહિના માટે સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ રૂ. 25.72 કરોડ નોંધાયો છે, જે ગત વર્ષે રૂ. 22.21 કરોડની તુલનામાં વાર્ષિક 16%નો વધારો દર્શાવે છે. ડિસેમ્બર 2025નાં અંતે પૂરા થતા નવ મહિના માટે એબિટા રૂ. 44.46 કરોડ (એબિટા માર્જીન 22%) નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 2025નાં પ્રથમ નવ મહિનામાં રૂ. 40.95 કરોડ (એબિટા માર્જીન 20%)  હતો. નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ નવ મહિના માટે કામગીરીમાંથી આવક રૂ. 198.42 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2025નાં પ્રથમ નવ મહિનામાં રૂ. 209.79 કરોડ નોંધાઇ હતી.

ભવિષ્યની યોજનાઓ

  1. નાણાકીય વર્ષ 2026નું ત્રીજું ક્વાર્ટર હેસ્ટર માટે એક્ઝિક્યુશનમાં સુધારા તથા કેપેસિટીને મજબૂત કરવાનો સમય રહ્યો છે.
  2. હેસ્ટરનું ધ્યેય કોમર્શિયલ તથા પ્રાઇવેટ માર્કેટ્સમાં તેની હાજરીને મજબૂત કરવાનું છે, જેથી કંપની નેશનલ તથા ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ટેન્ડર-આધારિત રેવન્યુ પર નિર્ભરતા ઘટાડીને વધુ બેલેન્સ્ડ અને રેઝિલિયન્ટ બિઝનેસને આગળ ધપાવવા પર કેન્દ્રિત છે.  
  3. પ્લેસમેન્ટ્સમાં સુધારો, મજબૂત માર્કેટ પેનેટ્રેશન અને શિસ્તબદ્ધ એક્ઝિક્યુશન ખાસકરીને પોળ્ટ્રી ડિવિઝનમાં સ્થાયી પર્ફોમન્સને સપોર્ટ કરે તેવી અપેક્ષા છે.  
  4. પોળ્ટ્રીમાં એવિયન ઇન્ફ્લુએન્ઝા વેક્સિન માટે H9N2નાં કોમર્શિયલાઇઝેશન તથા એક્સપાન્ડેડ ફિલ-ફિનિશ કેપેસિટી હવે કાર્યરત હોવાથી, કંપની માર્જીન સ્ટેબિલિટી અને ઓપરેશનલ ડિસીપ્લિન જાળવીને ભવિષ્યમાં ડેવલપમેન્ટ માટે સુસજ્જ છે.

પોળ્ટ્રી હેલ્થકેર ડિવિઝને નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિકમાં 32% વૃદ્ધિ તથા પ્રથમ નવ મહિના માટે 17% વૃદ્ધિ નોંધાવી છે, જે મજબૂત માર્કેટ પેનેટ્રેશન, પ્લેસમેન્ટ્સમાં સુધારાઓ તથા અમારી વેક્સિન્સની સ્થાયી માંગ દર્શાવે છે.

ક્વાર્ટર-એન્ડ પછી, કંપનીને H9N2 એવિયન ઇન્ફ્લુએન્ઝા વેક્સિન માટે માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગ લાયસન્સ પણ મળ્યું છે. આ હેસ્ટર માટે મહત્વનું રેગ્યુલેટરી માઇલસ્ટોન છે, જે તેનાં પોળ્ટ્રી વેક્સિન પોર્ટફોલિયોને મજબૂત કરે છે.

નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં એનિમલ હેલ્થકેર ડિવિઝનમાં 38% ઘટાડો નોંધાયો છે તથા પ્રથમ 9 મહિના માટે 40% ઘટાડો નોંધાયો છે, જેની પાછળ મુખ્યત્વે રૂમિનન્ટ સેગમેન્ટમાં સરકાર દ્વારા ચાલતા ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ્સ ખાસકરીને PPR અને Goat Pox (લમ્પી સ્કીન ડિઝિસ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે) જવાબદાર છે.

નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ્સ હેઠળ PPR ઓર્ડરનો અમલ ફેબ્રુઆરી 2026 માં શરૂ થશે, જેથી ચોથા ક્વાર્ટરમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)