હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડનો Q1 FY26માં કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 131 ટકા વધીને રૂ. 17.30 કરોડ
અમદાવાદ,4 ઓગસ્ટ: હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડ ભારતની લિડિંગ એનિમલ હેલ્થ કંપનીમાંથી એક છે. વેક્સિન મેન્યુફેક્ચરિંગ અને હેલ્થ પ્રોડક્ટ્સના ઉત્પાદન કરતી કંપનીએ રૂ.17.30 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા રૂ. 7.49 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં 131% નો વધારો દર્શાવે છે. હેસ્ટર આફ્રિકાના પ્રદર્શનમાં સુધારો થવાથી અને ખર્ચ નિયંત્રણમાં સુધારો થવાને કારણે ચોખ્ખા નફામાં વધારો થયો છે. નાણાકીય વર્ષ 26ના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની કામગીરીમાંથી આવક રૂ. 84.11 કરોડ નોંધાઈ હતી. જે Q1FY25માં રૂ. 82.27 કરોડની કામગીરીમાંથી આવકની સરખામણીમાં વાર્ષિક ધોરણે 2% નો વધારો દર્શાવે છે. એકીકૃત પરિણામોમાં નેપાળ અને તાંઝાનિયાની પેટાકંપનીઓની કામગીરીનો સમાવેશ થાય છે.
ઓપ્શનલ પ્રોડક્ટ મિક્સને કારણે ગ્રોસ માર્જિન સ્ટેબલ રહ્યું હતું, EBITDA અને PAT માર્જિનમાં સુધારો વ્યવસાયિક કાર્યોમાં નિશ્ચિત ખર્ચ અને ખર્ચ ઓપ્ટિમાઇઝેશન માપદંડોના વધુ સારા ઓબ્ઝર્બશનને પ્રતિબિંબિત કરે છે.

Q1 FY26 દરમિયાન હેસ્ટર આફ્રિકાએ રૂ. 5.50 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જ્યારે ચોખ્ખુ વેચાણ રૂ. 17.23 કરોડનું રહ્યુ છે. અગાઉ નાણાકીય વર્ષ 25ના પહેલા ક્વાર્ટરમાં કંપનીને રૂ. 5.00 કરોડનું નુકસાન થયું હતું. તે સમયે ચોખ્ખુ વેચાણ રૂ. 2.80 કરોડ રહ્યું હતું. આ કામગીરીને ઈમ્પ્રૂવ્ડ કોમર્શિયલ એક્ઝિક્યુશન અને વ્યાપક બજારમાં પ્રવેશ દ્વારા ટેકો મળ્યો હતો. તાંઝાનિયામાં સ્થિર ઉત્પાદન આધાર અને પ્રાદેશિક માંગમાં વધારો થવાથી, હેસ્ટર આફ્રિકા હવે સમગ્ર ખંડમાં તેની હાજરી વધારવા માટે સારી સ્થિતિમાં છે. કંપની ભવિષ્યના વિકાસને ટેકો આપવા માટે ઉચ્ચ-પ્રાથમિકતા બજારોમાં પણ તેની હાજરીનો વિસ્તાર કરી રહી છે.
નાણાકીય વર્ષ 26ના પહેલા ક્વાર્ટરમાં હેસ્ટર નેપાળે INR 1.92 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જ્યારે રૂ. 5.08 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું. Q1 FY25માં કંપનીએ 2.73 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જ્યારે 6.32 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું. પેટાકંપનીએ તેની હેલ્થી માર્કેટ પ્રેઝન્સ જાળવી રાખી, મુખ્ય સંસ્થાકીય ઓર્ડરોનો અમલ કર્યો અને કાર્યકારી ગતિ જાળવી રાખી હતી.
