અમદાવાદ,2 ડિસેમ્બર: HSBC ઇન્ડિયાએ શનિવારે ગુજરાતના વડોદરામાં તેની નવી શાખાનું ઉદ્ઘાટન કરીને સમગ્ર દેશમાં તેના વ્યૂહાત્મક વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. દેશના પ્રમુખ શહેરોમાં બેંકની 20 નવી શાખાઓ ખોલવા માટે વર્ષની શરૂઆતમાં રીઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની મંજૂરી મળ્યાં બાદ આ શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેના પગલે ભારતમાં બેંકની 27મી શાખા અને ગુજરાતમાં બીજી શાખા ખુલી ગઈ છે.

પોતાના ઝડપી આર્થિક વિકાસ અને ઔદ્યોગિક સામર્થ્ય માટે જાણીતું વડોદરા, સંપત્તિના સર્જન માટેના એક મહત્ત્વપૂર્ણ હબ તરીકે ઉભરી રહ્યું છે. ભારતના ઝડપથી વિકસી રહેલા વેલ્થ અને ઇન્ડસ્ટ્રીયલ હબ્સમાંથી એક એવા આ શહેરમાં સંપન્ન, હાઈ નેટ વર્થ (એચએનડબ્લ્યુ), અલ્ટ્રા હાઈ નેટ વર્થ (યુએચએનડબ્લ્યુ) અને નોન-રેસિડેન્ટ ક્લાયન્ટ્સની વસ્તી સતત વધતી જઈ રહી છે. HSBCની આ નવી શાખા આ ગ્રાહક સેગમેન્ટની નાણાકીય અને સંપત્તિની જરૂરિયાતોને પૂરી કરવા માટેની વ્યૂહાત્મક જગ્યાએ આવેલી છે.

આ વિસ્તરણ ભારતમાં સંપત્તિ સંબંધિત તક પર HSBCના ફૉકસને મજબૂત કરે છે, જ્યાં તે ઇન્ટરનેશનલ વેલ્થ અને પ્રીમિયર બેંકિંગ, તથા કૉર્પોરેટ અને ઇન્સ્ટિટ્યુશનલ બેંકિંગમાં ક્લાયન્ટ્સને સોલ્યુશન્સ અને સર્વિસિઝની સંપૂર્ણ શ્રેણી પૂરી પાડનારી એક અગ્રણી આંતરરાષ્ટ્રીય બેંક છે.

HSBC હવે ભારતના 15 શહેરોમાં 27 શાખાઓનું નેટવર્ક ધરાવે છે. HSBCએ 170 વર્ષથી વધુ સમયથી ભારતમાં મજબૂત હાજરી જાળવી રાખી છે, જે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ગ્રાહકોને તેમની આર્થિક વિકાસયાત્રામાં સહાયરૂપ થાય છે.

HSBC ઇન્ડિયા અમૃતસર, ભોપાલ, ભુવનેશ્વર, દેહરાદૂન, ફરીદાબાદ, ઇન્દોર, જાલંધર, કાનપુર, લુધિયાણા, લખનઉ, મૈસુરુ, નાગપુર, નાસિક, નવી મુંબઈ, પટના, રાજકોટ, સુરત, તિરુવનંતપુરમ્ અને વિશાખાપટ્ટનમમાં પણ તેની શાખાઓ ખોલશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)