ICICI LOMBARD અને MAHIDRA FINANCE એ ભાગીદારી કરી

અમદાવાદ,12ઑગસ્ટ:આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે તેના ગ્રાહકોને મોટર ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સનું વિતરણ કરવા માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) સાથે હાથ મિલાવ્યા છે. આ સહયોગનો ઉદ્દેશ્ય મોટર ઇન્શ્યોરન્સમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની નિપુણતા સાથે મહિન્દ્રા ફાઇનાન્સની વ્યાપક ગ્રામીણ તથા અર્ધ શહેરી વિસ્તારો સુધીની પહોંચને એક કરીને સુલભ તથા વિશિષ્ટ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરા પાડવાનો છે.
આ સહયોગ દ્વારા મહિન્દ્રા ફાઇનાન્સના ગ્રાહકો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની મોટર ઇન્શ્યોરન્સ ઓફરિંગ્સનો બહોળો પોર્ટફોલિયો મેળવી શકશે જે સુનિશ્ચિત કરશે કે તેમની બહોળી નાણાંકીય સફરમાં સુરક્ષા સરળ રીતે સમાવાઈ છે. આ જોડાણથી સમયસર અને પ્રસ્તુત ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ સાથે મહિન્દ્રાના મોટી સંખ્યામાં ગ્રાહકો સુધી પહોંચીને નાણાંકીય સમાવેશકતા આગળ વધારવામાં પણ મદદ મળશે.
મહિન્દ્રા ફાઇનાન્સની સમુદાયમાં ઊંડે સુધી રહેલી હાજરી અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ગ્રાહક-કેન્દ્રિત, ટેક-સંચાલિત અભિગમની શક્તિઓનો ઉપયોગ કરીને, આ ભાગીદારી સમગ્ર દેશમાં વીમાના પ્રસારને વિસ્તારવા, ગ્રાહક અનુભવ વધારવા અને નાણાંકીય સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવા માટે તૈયાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)