IFC અને HDFC કેપિટલે એચ-ડ્રીમ ફંડ સાથે ભાગીદારી કરી


અમદાવાદ, 8 ઓગસ્ટ: ગ્રીન અફોર્ડેબલ હાઉસિંગને આગળ વધારવા અને ભારતમાં પ્રોપર્ટી ડેવલપર્સ માટે ટકાઉ ફાઇનાન્સિંગની એક્સેસને વિસ્તારવાની વ્યૂહાત્કમ પહેલમાં આઈએફસીએ એચડીએફસી ગ્રુપની રિયલ એસ્ટેટ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ એચડીએફસી કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ દ્વારા સંચાલિત એચ-ડ્રીમ ફંડ (એચડીએફસી કેપિટલ ડેવલપમેન્ટ ઓફ રિયલ એસ્ટેટ અફોર્ડેબલ એન્ડ મીડ-ઇન્કમ ફંડમાં એન્કર ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ તરીકે 150 મિલિયન ડોલર સુધીની રકમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંક લિમિટેડની પેટાકંપની એચડીએફસી કેપિટલ આ ફંડનું મેનેજમેન્ટ કરશે જે 1 અબજ ડોલરના ટાર્ગેટ કોર્પસ ધરાવે છે (જેમાં 500 મિલિયન ડોલરના ગ્રીન શૂ સાથે 500 મિલિયન ડોલર). આ ફંડ એવા પ્રોજેક્ટને ધિરાણ કરશે જે કિફાયતી અને મીડ-ઇન્કમ હાઉસિંગને પ્રાથમિકતા આપે તથા વૈશ્વિક ટકાઉપણા ધોરણોને સંલગ્ન રહીને EDGE (Excellence in Design for Greater Efficiencies) ગ્રીન બિલ્ડિંગ ફ્રેમવર્કનો અમલ કરે.
એચ-ડ્રીમ એ ગ્રીન, અફોર્ડેબલ અને મીડ-ઇન્કમ હાઉસિંગના વિકાસને આગળ વધારતા વિશ્વભરના પ્રથમ પ્રાઇવેટ ક્રેડિટ ફંડ્સ પૈકીનું એક છે. આઈએફસીની પ્રતિબદ્ધતા સંસ્થાકીય રોકાણકારો તરફથી લાંબા ગાળાની મૂડીમાં 850 મિલિયન ડોલર સુધી (સ્પોન્સર કમિટમેન્ટ સહિત)ની રકમ ઊભી કરવામાં મદદ કરે તેવી સંભાવના છે. આ ઉપરાંત ફંડ કમસે કમ 25,000 ગ્રીન, અફોર્ડેબલ અને મીડલ-ઇન્કમ હાઉસિંગ યુનિટ્સના વિકાસને સક્ષમ બનાવશે.
ભારતમાં વસ્તીના 22 ટકા એટલે કે લગભગ 275 મિલિયન લોકો પૂરતા અને કિફાયતી દરના મકાનોની એક્સેસ ધરાવતા નથી. ટિયર 1 અને ટિયર 2 શહેરોમાં શહેરી આવાસોની અછત લગભગ 18 મિલિયન હાઉસિંગ યુનિટ્સ જેટલી છે.
વૈશ્વિક સ્તરે કુલ વીજળી વપરાશમાં બિલ્ડિંગ સેક્ટરનો હિસ્સો લગભગ 33 ટકા છે, જેમાં રહેણાંક ઇમારતોનો હિસ્સો લગભગ 24 ટકા છે. હાઉસિંગના અંતરને ટકાઉ રીતે ભરવા માટે આ ક્ષેત્રને હરિયાળું બનાવવું મહત્વપૂર્ણ છે. આઈએફસીએ પ્રારંભિક તબક્કે હોવા છતાં, 2030 સુધીમાં ભારતના ગ્રીન બિલ્ડીંગ બજારમાં 1.4 ટ્રિલિયન ડોલરની સંભવિત રોકાણ તકનો અંદાજ લગાવ્યો છે. આમાંથી 1.25 ટ્રિલિયન ડોલર, એટલે કે લગભગ 90 ટકા રહેણાંક ક્ષેત્રમાંથી આવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)