અમદાવાદ, 6 મે

ઈંડેજીન લિમિટેડનો રૂ. 1841.76 કરોડનો આઈપીઓ આજે ખૂલ્યો છે. ખૂલતાંની થોડી જ ક્ષણોમાં 55 ટકા સુધી સબ્સ્ક્રાઈબ થઈ ચૂક્યો હતો. પ્રથમ દિવસે કુલ 1.67 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં એનઆઈઆઈ પોર્શન 4.14 ગણો, રિટેલ 1.50 ગણો અને એમ્પ્લોયી પોર્શન 1.31 ગણો ભરાયો છે. ઈન્ડેજીન લિમિટેડ રૂ. 430-452ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1841.76 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. રોકાણકારે 33 શેર લોટ માટે અરજી કરવાની રહેશે. ઈશ્યૂ 6થી8 મે સુધી ખુલ્લો રહેશે. જેના શેર એલોટમેન્ટ 9 મેના રોજ અ લિસ્ટિંગ 13 મેના રોજ થશે. એન્કર રોકાણકારો પાસેથી રૂ. 548.78 કરોડનું ફંડ એકત્ર કર્યું છે.

ગ્રે પ્રીમિયમઃ ઈન્ડેજીન લિમિટેડના આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં શેરદીઠ રૂ. 260 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જે તેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 452 સામે 58 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થવાની શક્યતા દર્શાવે છે. જો કે, ગ્રે માર્કેટ સત્તાવાર બજાર ન હોવાથી તેના પરતી માત્ર અટકળો લગાવી શકાય.

ઈન્ડેજીન લિમિટેડ આઈપીઓ સબ્સ્ક્રિપ્શન

કેટેગરીસબ્સક્રિપ્શન
QIB0.05
NII4.14
રિટેલ1.50
એમ્પ્લોયી1.31
કુલ1.67

બ્રોકરેજના મતે આઈપીઓ

કંપની યુનિક બિઝનેસ મોડલ અને વર્ચ્યુઅલ મોનોપોલી ધરાવે છે. જે 98 ટકા આવક વૈશ્વિક સ્તરે મેળવે છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આવક અને સંપત્તિ સતત વધી છે. ચોખ્ખો નફો પણ 2020-21માં રૂ. 149.41 કરોડ સામે વધી 2022-23માં 266.10 કરોડ થયો છે.

કુલ દેવુ 31 ડિસેમ્બર, 2023ના અંતે રૂ. 399.33 કરોડ હતું. 7 બ્રોકરેજ હાઉસે અપ્લાય કરવા સલાહ આપી છે. જેમાં બીપી ઈક્વિટીઝ, ઈન્ડસેક સિક્યુરિટીઝ, રિલાયન્સ સિક્યુરિટીઝ, સ્વસ્તિકા ઈન્વેસ્ટમાર્કટ, વેન્ચુરા સિક્યુરિટીઝ સહિત બ્રોકરેજ હાઉસ સામેલ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)