અમદાવાદ, તા. 19 ફેબ્રુઆરી: ભારતે છેલ્લા દાયકામાં એન્સેફેલીટીસ રોગનો સામનો કરવામાં અને તેને અટકાવવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે જે અદ્યતન તબીબી ઉપચાર, સારસંભાળ, વ્યાપક રસીકરણ અને આ રોગ ઉપર દેખરેખ રાખવાના થયેલા પ્રયાસોને આભારી છે. જો કે, નિષ્ણાતો તો હજીય ચેતવણી આપે છે કે આ પ્રગતિ અસમાન રહી છે. હજીય આ રોગના નિદાન અને ઉપચાર થવામાં વિલંબ થાય છે. પરિણામે, મૃત્યુ અને મગજની લાંબા ગાળાની બીમારીઓને અટકાવી શકાઈ  હોત.

એક્યુટ એન્સેફેલીટીસ સિન્ડ્રોમ(AES) ધરાવતા દર્દીઓનો મૃત્યુદર જે 2015માં લગભગ 12.3% હતો તે ઘટીને 2022માં આશરે 3.9% થયો હતો. આ સૂચવે છે કે  આરોગ્ય અને દર્દીની સારવાર પદ્ધતિમાં સુધારા થયા છે.

એન્સેફેલીટીસ માત્ર એક રોગ નથી.  ઉત્તર ભારતમાં 2025ના એક સંભવિત અભ્યાસમાં  જણાયું છે કે સ્ક્રબ ટાયફસને એક્યુટ એન્સેફેલીટીસના મુખ્ય ચિન્હ ઓળખવામાં આવ્યું છે. આ ચિન્હમાં  ચિકનગુનિયા વાયરસ સૌથી સામાન્ય વાયરલ તરીકે સામે આવ્યો હતો. જેમ જેમ નિદાન પદ્ધતિ સુધરે અને AES ની વ્યાખ્યા વિસ્તૃત થતી જાય, અન્ય ગંભીર ચેપી કારણો સામે આવતા જાય, તેમ તેમ એન્સેફેલીટીસ રોગની સંકુલતા વધે છે.

આ વિકસતી પેટર્ન સમજાવે છે કે “ક્લાસિક” જાપાનીઝ એન્સેફેલીટીસ સામે સ્પષ્ટ લાભો હોવા છતાં, ભારતમાં એન્સેફેલીટીસ જાહેર આરોગ્ય સ્તર માટે એક મહત્વપૂર્ણ પડકાર છે.

વૈશ્વિક સ્તરે, એન્સેફેલીટીસ પ્રત્યેક મિનિટે ત્રણ લોકોને લાગુ થાય છે, છતાં દસમાંથી લગભગ આઠ લોકોને ખબર નથી કે તેની શું બીમારી છે. આના કારણે આ રોગના નિદાન અને સારવારમાં ઘાતક વિલંબ થાય છે.

ફ્લેમ્સ(FLAMES)નો પરિચય: એક સરળ ટૂંકાક્ષર જે જીવન બચાવી શકે છે. જાગૃતિના અંતરને દૂર કરવા માટે, એન્સેફેલીટીસ ઇન્ટરનેશનલે “બ્રેઇનઇનફ્લેમ્સ” લોન્ચ કર્યું છે, જે તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય તેવા એન્સેફેલીટીસના સૌથી સામાન્ય ચેતવણી ચિહ્નોને પ્રકાશિત કરે છે. એન્સેફેલીટીસ એ મગજની બળતરા છે – લક્ષણોનું વહેલું નિદાન જીવન બચાવી શકે છે.

FLAMES નોઅર્થછે: થીંક બ્રેઈન ઈન ફ્લેમ્સ, થિન્ક એન્સેફેલેટીસ

F ફ્લૂ જેવા લક્ષણોતાવ, કંટાળો, ઉબકા, શૂળ  ઉપડવું અને દુઃખાવો
Lભાન ગુમાવવું ઊંઘ જેવું લાગે, કન્ફ્યુઝ્ડ  અથવા અનરિસ્પોન્સિવ બની જવાય  
A માથાનો તીવ્ર દુખાવોસામાન્ય માથાના દુઃખાવા  કરતાં જુદો દુઃખાવો અનુભવાય અને કદાચ ડિઝીનેસ અનુભવાય/ઝાંખુ દેખાય
M યાદશક્તિની સમસ્યાકોઈક બાબતો ભૂલી જવાય  અથવા સ્પષ્ટપણે વાતો યાદ રાખવાનું મુશ્કેલ બને
Eભાવનાત્મક અથવા વર્તણૂંકમાં બદલાવ જુદી જ રીતે વર્તન કરો,  હેલ્યુસિનેશન, અસામાન્ય ભય અથવા શંકાઓ, મૂડમાં ફેરફાર
Sસિઝર્સ રિંગ બ્લેન્કલીથીજી જવુંશરીર સખત થઈ જવુંજર્ક અથવા ટ્વિચીંગ મુવમેન્ટ્સઅને જમીન ઉપર પડી જવા જેવી સમસ્યા

પગલા લેવા માટે આહવાન: એન્સેફેલીટીસ ઇન્ટરનેશનલ દર વર્ષે 22 ફેબ્રુઆરીના રોજ વિશ્વ એન્સેફેલીટીસ દિવસનું નેતૃત્વ કરે છે અને સમગ્ર ભારતમાં લોકોને પ્રોત્સાહિત કરે છે:

• ફ્લેમ્સના ચેતવણી ચિહ્નોને શીખો અને શેર કરો

• આ દિવસે લાલ રંગના કપડાં પહેરો અને #Red4WED અને#WorldEncephalitisDay નો ઉપયોગ કરીને ફોટા અથવા વિડિઓઝ શેર કરો

• ચાલુ વિશ્વ એન્સેફાલીટીસ દિવસ પહેલ દ્વારા એન્સેફેલીટીસ માટે જાગૃતિ, નિદાન અને સંભાળ સુધારવા માટેના વૈશ્વિક પ્રયાસોને સમર્થન આપો

એન્સેફેલીટીસ ઇન્ટરનેશનલ એક મલ્ટી-એવોર્ડ વિજેતા ના નફો-ના નુક્શાન સંસ્થા છે અને અગ્રણી વૈશ્વિક સંસાધન છે જે સમર્થન અને માહિતી પ્રદાન કરે છે, એન્સેફેલીટીસ વિશે જાગૃતિ લાવે છે અને સંશોધનમાં સહયોગ કરે છે. 2014માં તેની શરૂઆત થઈ ત્યારથી, વિશ્વ એન્સેફેલીટીસ દિવસ વિશ્વભરના 224 મિલિયનથી વધુ લોકો અને 111 દેશોમાં પહોંચ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)