Indo MIM Limited એ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 1 ઓક્ટોબરઃ મેટલ ઈન્જેક્શન મોલ્ડિંગ(એમઆઈએમ) ટેક્નોલોજીની મદદથી પ્રીસિઝન એન્જિનિયરિંગ કોમ્પોનન્ટ્સનું ઉત્પાદન કરતી વિશ્વની ટોચની કંપની ઈન્ડો એમઆઈએમએ, આઈપીઓના માધ્યમથી ભંડોળ ઉભું કરવા માટે બજાર નિયામક સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઈલ કર્યું છે.
કંપની પ્રસ્તાવિત આઈપીઓમાં રૂ. 1,000 કરોડ સુધીના ઈક્વિટી શેર્સનો ફ્રેશ ઈસ્યુ તથા શેરધારકો દ્વારા વેચાણ કરાનારા 12,96,74,393 સુધીના (12.97 કરોડ ઈક્વિટી શેર્સ)શેસની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
OFS અંતર્ગત નીચેના શેરધારકો શેર વેચશે: ગ્રીન મીડોઝ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (12.05 કરોડ સુધીના ઇક્વિટી શેર), અનુરાધા કોડુરી (54.59 લાખ સુધીના ઇક્વિટી શેર), જ્હોન એન્થની ડેક્સહેઇમર. ગ્રીન મીડોઝ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ, કૃષ્ણા ચિવુકુલા, કૃષ્ણા ચિવુકુલા જુનિયર, રાજ ચિવુકુલા અને જગદંબા ચંદ્રશેખર કંપનીના પ્રમોટર્સ છે.
ઇન્ડો MIM નવા ઇશ્યુની ચોખ્ખી આવકનો ઉપયોગ ₹720 કરોડના અમુક બાકી દેવાની સંપૂર્ણ અથવા આંશિક પૂર્વ-ચુકવણી અથવા પુન:ચુકવણી અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે.
ઇન્ડો એમઆઇએમ 1996માં સ્થપાયેલી મેટલ ઇન્જેક્શન મોલ્ડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રીસિઝન એન્જિનિયરિંગ કમ્પોનન્ટ્સના ઉત્પાદન માટે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ ઉપલબ્ધ બનાવે છે. MIM ટેકનોલોજી ઉપરાંત, કંપની ઓટોમોટિવ, ડિફેન્સ, મેડિકલ, કન્ઝ્યુમર અને એરોસ્પેસ ક્ષેત્રોના ગ્રાહકોને સેવા આપવા માટે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, પ્રીસિઝન મશીનિંગ, સિરામિક ઇન્જેક્શન મોલ્ડિંગ અને મેટલ થ્રી-ડાઇમેન્શનલ (3D) પ્રિન્ટિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
ઇન્ડો એમઆઈએમ, MIM ઉત્પાદનો માટે વિશ્વની સૌથી મોટી સ્થાપિત ક્ષમતા ધરાવે છે જે વૈશ્વિક સ્તરે 15 ઉત્પાદન સુવિધાઓનું સંચાલન કરે છે. જેમાંથી છ ભારતમાં, છ યુનાઇટેડ સ્ટેટ્સમાં, બે યુનાઇટેડ કિંગડમમાં અને એક મેક્સિકોમાં સ્થિત છે.
નાણાકીય વર્ષ 2025માં, ઇન્ડો એમઆઇએમએ કામગીરીમાંથી ₹3,329 કરોડની આવક નોંધાવી હતી અને કર પછીનો નફો (PAT) ₹423 કરોડ હતો.
DRHP અનુસાર ભારતમાં ઇન્ડો એમઆઇએમની સમકક્ષ એક પણ લિસ્ટેડ કંપની નથી, જ્યારે વૈશ્વિક સ્તરે માત્ર એક જ લિસ્ટેડ કંપની તેની સમકક્ષ છે- જિઆંગસુ જિયાન ટેકનોલોજી કં. લિમિટેડ નામની આ કંપની ચીનમાં કાર્યરત છે અને તે ચીનમાં શેનઝેન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે.
એચડીએફસી બેંક લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ તથા એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઇશ્યુ માટે બુક રનિંગ લીડ મેનેજર્સ છે. કંપનીના ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર કરવાની દરખાસ્ત છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
