‘અલરાઇટ’ માટે ઇન્સ્યુરટેક સ્ટાર્ટઅપે સીડ ફંડીગમાં રૂ. 10 કરોડ એકત્ર કર્યા
અમદાવાદ, 20 ઑક્ટોબર: નેક્સ્ટ જનરેશન ટેક પ્લેટફોર્મ અલરાઇટ એ વેન્ચર કેપિટાલિસ્ટ અને એન્જલ રોકાણકારોના જૂથમાંથી તેના સીડ ફંડિંગ રાઉન્ડમાં રૂ. 10 કરોડ એકત્ર કર્યા છે. અલરાઇટ એ B2B ટેક પ્લેટફોર્મ છે જે વીમા કંપનીઓ, બ્રોકર્સ, એજન્ટો, કોર્પોરેટ એજન્ટો અને બેંકોને સીમલેસ વીમા સેવાઓ પ્રદાન કરવા અને તેમના કોર્પોરેટ ગ્રાહકોને શ્રેષ્ઠ વીમા વિકલ્પો પ્રદાન કરવા માટે ક્વોટ પ્લેસમેન્ટ પ્રક્રિયાને વેગ આપવા સક્ષમ બનાવે છે. વીમાદાતાઓ અને મધ્યસ્થીઓ વચ્ચેના અંતરને દૂર કરીને, અલરાઇટ પ્રક્રિયાને સરળ બનાવવા અને વીમા પ્રવેશને વધારવા માટે જ્ઞાન અને જોખમ વ્યવસ્થાપન ઉકેલો સાથે ઓલ-ઇન-વન ક્વોટ પ્રોક્યોરમેન્ટ અને પ્લેસમેન્ટ, અન્ડરરાઇટિંગ અને યુઝર મેનેજમેન્ટ ઓફર કરે છે.
ભારતીય વીમા ઉદ્યોગે તેની ઓપરેશનલ ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારો અને દેશમાં ખાનગી ક્ષેત્રની મજબૂત વૃદ્ધિને કારણે છેલ્લા ૧૦ વર્ષો દરમિયાન 10.3% નો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર નોંધાવ્યો છે. સીડ ફંડ એકત્ર કરવા વિશે બોલતા, આદિત્ય દાડિયા, સ્થાપક, અલરાઈટે કહ્યું, કે અલરાઈટ સોલ્યુશન સમગ્ર ક્વોટ પ્રાપ્તિ અને પ્લેસમેન્ટ પ્રક્રિયાને ડિજિટાઈઝ કરીને ખર્ચ, ટર્ન-અરાઉન્ડ ટાઈમ્સ અને PI જોખમ ઘટાડવામાં મદદ કરે છે. અલરાઈટની નવીન વિભાવના અને વાણિજ્યિક વીમા ક્ષેત્રની વૃદ્ધિએ એન્જલ રોકાણકારોના જૂથને આશાસ્પદ સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા. રોકાણકારો અપૂર્વ પારેખ, એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન, પિડિલાઇટ ગ્રુપ, વિરલ ઠક્કર, પાર્ટનર અને લીડઃ સ્ટ્રેટેજી, AI અને એનાલિટિક્સ અને M&A છે. ડેલોઈટ ઈન્ડિયામાં વર્લ્ડ ક્લાઈમેટ લીડ, અમિત શેઠ, સંજય ભગત, શ્રેણિક શાહ અને સુમિત બોહરા છે.