અમદાવાદ, 17 ઓક્ટોબર: ઇન્ટેગ્રિસ મેડટેકે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. IPOમાં રૂ. 925 કરોડ સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ તથા પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા 2,16,74,531 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા વેચાણ માટેની ઓફરમાં એવરક્યોર હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 1,51,74,251 સુધીના ઇક્વિટી શેર્સ, ગુરમીત સિંહ ચુઘ દ્વારા 32,50,140 સુધીના ઇક્વિટી શેર્સ અને પુનિતા શર્મા દ્વારા 32,50,140 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

BRLM સાથેની ચર્ચા બાદ કંપની આરઓસીમાં આરએચપી ફાઇલ કરતા પહેલા રૂ. 185 કરોડના પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ અંગે વિચારણા કરી શકે છે. કંપની આઈપીઓમાંથી મળનારી કુલ રકમ પૈકી તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ તથા તેની સહયોગી પેટાકંપનીઓ દ્વારા લેવાયેલી ચોક્કસ લોન તથા કોઈ વ્યાજ અને પૂર્વચુકવણીના ચાર્જીસ પેટે રૂ. 696.39 કરોડની રકમની ચુકવણી કે પૂર્વચુકવણી કરવા માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. ફંડ્સનો કેટલોક હિસ્સો સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પણ વપરાશે.

દેશની બીજી સૌથી મોટી કોરોનરી સ્ટેન્ટ ઉત્પાદક કંપની છે જેનો અંદાજિત 22.0 ટકા બજાર હિસ્સો ડ્રગ-ઇલ્યુટિંગ સ્ટેન્ટ્સમાં છે અને તે દક્ષિણપૂર્વ એશિયામાં સૌથી મોટી સાયન્ટિફિક લેબોરેટરી સોલ્યુશન કંપની પણ છે. ત્રણેય વર્ગની મેડિકલ ડિવાઇસીસનું ઉત્પાદન કરતી માત્ર બે ભારતીય કંપનીઓમાંની એક છે, જેમાં ભારતના દહેરાદૂન, જર્મનીમાં હેચિંગન અને નેધરલેન્ડ્સમાં હેલમંડમાં 2,500થી વધુ એસકેયુનું ઉત્પાદન ઇન-હાઉસ પ્લાન્ટ્સમાં થાય છે.

30 જૂન, 2025 સુધીમાં, ઇન્ટેગ્રિસે 2,000થી વધુ હોસ્પિટલો અને કેથ લેબ્સ સાથે ભાગીદારી કરી હતી અને વૈશ્વિક સ્તરે 9,500 લેબોરેટરીઝ સાથે કામ કર્યું હતું, જેમાં 200થી વધુ બ્રાન્ડ્સમાં 22,000 એસકેયુ ઓફર કરવામાં આવ્યા છે. તેનું લેબ સોલ્યુશન્સ સેગમેન્ટ 200થી વધુ વૈશ્વિક ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં Euroimmun, Biorad, bioMérieux અને MGIનો સમાવેશ થાય છે, જે ભારત અને દક્ષિણપૂર્વ એશિયામાં ક્લિનિકલ અને સાયન્ટિફિક લેબ્સને સેવાઓ આપે છે.

ઇન્ટેગ્રિસ મેડટેકની કુલ આવક નાણાંકીય વર્ષ 2025માં 23.85 ટકા વધીને રૂ. 1,959.58 કરોડ થઈ હતી, જે પાછલા વર્ષના રૂ. 1,582.25 કરોડ કરતા વધુ હતી. આ ઉપરાંત, પુનઃનિર્ધારિત નફામાં નાણાંકીય વર્ષ 2024માં રૂ. 4.8 કરોડના નુકસાનથી નાણાંકીય વર્ષ 2025માં રૂ. 70.6 કરોડના નફામાં સકારાત્મક પરિવર્તન જોવા મળ્યું હતું જ્યારે એડજસ્ટેડ ચોખ્ખો નફો નાણાંકીય વર્ષ 2025માં રૂ. 103 કરોડ રહ્યો હતો જે નાણાંકીય વર્ષ 2024માં રૂ. 21.4 કરોડ હતો.

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ આ ઇશ્યૂના બેંકર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)