અમદાવાદ, 24 ઓગસ્ટઃ બ્લેકસ્ટોન પોર્ટફોલિયો કંપની ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઈન્સ્ટીટ્યૂટ (ઈન્ડિયા) લિમિટેડે IPO લોન્ચ કરવા સેબી સમક્ષ DRHP ફાઈલ કર્યું છે. કંપની શૈક્ષણિક કાર્યક્રમોનું પણ આયોજન કરે છે.

કંપનીના પ્રમોટર બીસીપી એશિયા-II ટોપકો પીટીઈ. લિ. (બ્લેકસ્ટોન સંલગ્ન દ્વારા મેનેજ્ડ અને એડવાઈઝ્ડ ફંડ્સનો સમૂહ) છે. પબ્લિક ઓફરમાં રૂ. 1250 કરોડ સુધીનો ફ્રેશ ઈશ્યૂ અને રૂ. 2ની મૂળ કિંમતના 2750 કરોડ ઈક્વિટી શેર્સની ઓફર ફોર સેલ સમાવિષ્ટ છે. ઓફર ફોર સેલ હેઠળ પ્રમોટર બીસીપી એશિયા-II ટોપકો પીટીઈ. લિ. રૂ. 2750 કરોડ સુધીના ઈક્વિટી શેર્સ વેચશે.

ઓફરમાં રૂ. 2ની મૂળકિંમતના ઈક્વિટી શેર્સનો અમુક હિસ્સો માન્ય કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યો છે.

કંપની IPO હેઠળ એકત્રિત ફંડનો ઉપયોગ (1) પ્રમોટર પાસેથી આઈજીઆઈ બેલ્જિયમ ગ્રુપ અને આઈજીઆઈ નેધરલેન્ડ્સ ગ્રુપનો હિસ્સો હસ્તગત કરવા માટે ખરીદીની ચૂકવણી કરવા (2) જનરલ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવાનો પ્રસ્તાવ છે.

એક્સિસ કેપિટલ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, મોર્ગન સ્ટેન્લી ઈન્ડિયા કંપની પ્રાઈવેટ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ લિમિટેડ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)