અમદાવાદ, 19 નવેમ્બરઃ ગુડવિલ પ્રાઇવેટ લિમિટેડ અને “ગુડવિલ વેલ્થ મેનેજમેન્ટ સામે રોકાણકારો સાવધાન રહેવાની સૂચના એનએસઇ તરફથી અપાઇ છે. એક્સચેન્જે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે તેને અનધિકૃત વ્યક્તિઓ અને કંપનીઓના અહેવાલો પ્રાપ્ત થયા છે જે સિક્યોરિટીઝ માર્કેટ ટિપ્સ આપવા અને શેરબજારમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/બાંયધરીકૃત વળતરનો દાવો કરે છે. નીચેના નામો એક્સચેન્જના ધ્યાન પર લાવવામાં આવ્યા છે: “ગુડવિલ પ્રાઇવેટ લિમિટેડ” અને “ગુડવિલ વેલ્થ મેનેજમેન્ટ” નામની કંપનીઓ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતાં વ્યક્તિ “ક્રિષ્ના” મોબાઇલ નંબર “6269447640” અને “6269445107” દ્વારા ઓપરેટ કરીને સિક્યુરિટીઝ માર્કેટ ટિપ્સ આપે છે અને શેરબજારમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/બાંયધરીકૃત વળતર આપે છે.

    રોકાણકારોને નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે કે એક્સચેન્જના રજિસ્ટર્ડ ટ્રેડિંગ મેમ્બર “ગુડવિલ વેલ્થ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ” એ એનએસઇને જાણ કરી છે કે ઉપરોક્ત વ્યક્તિ અને એન્ટિટી તેમની સાથે કોઈપણ રીતે સંકળાયેલા નથી. “મનિષ પટેલ” નામના વ્યક્તિ મોબાઇલ નંબર “8114479908” અને “8696466937” દ્વારા ઓપરેટ કરે છે તથા તેમની ટેલીગ્રામ ચેનલ “શ્રૃતિ ટ્રેડર” અને લિંક https://t.me/TRADERSHRUTI_SHRUTI_TRADERr દ્વારા રોકાણકારો પાસેથી ભંડોળ એકત્રિત કરી રહ્યાં છે. “કબીર” નામના વ્યક્તિ મોબાઇલ નંબર “9479602965” દ્વારા ઓપરેટ કરે છે. “કેર ગ્રોથ રિસર્ચ” નામની કંપની સાથે જોડાયાનો દાવો કરતાં વ્યક્તિ “નિશા સિંઘ” મોબાઇલ નંબર “8959693690”  અને “9977762872” દ્વારા ઓપરેટ કરે છે.

    રોકાણકારોને ચેતવણી આપવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સંકેતાત્મક/ખાતરીપૂર્વકના/બાંયધરીકૃત વળતર આપતી કોઈપણ વ્યક્તિ/એકમ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/ પ્રોડક્ટમાં સબ્સ્ક્રાઇબ ન કરવું કારણ કે કાયદા દ્વારા તે પ્રતિબંધિત છે. વધુમાં રોકાણકારોને સૂચિત કરવામાં આવે છે તે કોઇપણ વ્યક્તિ સાથે તેમના યુઝર આઇડી/પાસવર્ડ જેવાં ટ્રેડિંગ ક્રેડેન્શિયલ શેર કરવા નહીં. અત્રે એ પણ નોંધનીય છે કે ઉપરોક્ત વ્યક્તિ/એકમ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના કોઈપણ રજિસ્ટર્ડ મેમ્બરના સભ્ય તરીકે અથવા અધિકૃત વ્યક્તિ તરીકે નોંધાયેલ નથી. એક્સચેન્જે રજિસ્ટર્ડ મેમ્બર અને તેમના દ્વારા અધિકૃત કરાયેલા વ્યક્તિઓની વિગતો તપાસવા માટે તેની વેબસાઈટ પર “https://www.nseindia.com/invest/find-a-stock-broker” લિંક હેઠળ “Know/Locate your Stock Broker”ની સુવિધા પૂરી પાડી છે. આ ઉપરાંત એક્સચેન્જમાં ટ્રેડિંગ મેમ્બર્સ દ્વારા જાહેર કરાયેલા રોકાણકારો પાસેથી નાણાં મેળવવા/તેમને ચૂકવવા માટે ક્લાયન્ટ બેંક એકાઉન્ટ તરીકે જણાવાયેલા નિયુક્ત બેંક ખાતાઓ પણ ઉપરોક્ત લિંક હેઠળ રજૂ કરવામાં આવ્યા છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ વ્યક્તિ/એકમ સાથે વ્યવહાર કરતી વખતે તેમની વિગતો તપાસે.

    એક્સચેન્જ દ્વારા ઇશ્યૂ કરાયેલી પ્રેસ રિલિઝની એકીકૃત યાદી એનએસઇની વેબસાઇટ ઉપર “https://www.nseindia.com/invest/advisory-for-investors” લિંક હેઠળ ઉપલબ્ધ છે. આવી પ્રતિબંધિત સ્કીમમાં ભાગ લેતા રોકાણકારો માટે આ કૃત્ય તેમના પોતાના જોખમે તથા કિંમતે રહેશે અને આવી સ્કીમના કોઈપણ પરિણામો એક્સચેન્જ દ્વારા મંજૂર કે માન્ય કરવામાં આવતા નથી. રોકાણકારો એ પણ ધ્યાનમાં લે કે આવી પ્રતિબંધિત સ્કીમ્સને લગતા કોઈપણ પ્રકારના વિખવાદો માટે નીચે મુજબના કોઈપણ નિરાકરણો રોકાણકારોને ઉપલબ્ધ રહેશે નહીઃ

    1. એક્સચેન્જના ન્યાયક્ષેત્ર હેઠળ રોકાણકાર સુરક્ષાના લાભો, 2. એક્સચેન્જ ડિસ્પ્યુટ રિસોલ્યુશન મિકેનિઝમ, 3. એક્સચેન્જ દ્વારા સંચાલિત ઇન્વેસ્ટર ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ. રોકાણકારોને ઉપરોક્ત બાબતોની નોંધ લેવા માટે સલાહ આપવામાં આવે છે.