IPO Listing: Muthoot Microfin અને Suraj Estate 5 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ, જાણો શું છે સ્થિતિ
IPO Listing એક નજરે
મુથુટ માઈક્રોફિન | ||
ઈશ્યૂ પ્રાઈસ | 291 | |
લિસ્ટિંગ | 278 | |
હાઈ | 280.80 | |
રિટર્ન | -3.50 ટકા | |
સુરજ એસ્ટેટ ડેવલપર્સ | ||
ઈશ્યૂ પ્રાઈસ | 360 | |
લિસ્ટિંગ | 343.80 | |
હાઈ | 254.35 | |
રિટર્ન | 1.56 ટકા |
અમદાવાદ, 26 ડિસેમ્બરઃ લોંગ વિકએન્ડ બાદ શરૂ થયેલા શેરબજારના સ્થિર માહોલ વચ્ચે આજે બે આઈપીઓએ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ કરાવી રોકાણકારોને હતાશ કર્યા છે. જેમાં બીએસઈ ખાતે મુથુટ માઈક્રોફિન લિ.એ 4.46 ટકા અને સુરજ એસ્ટેટ ડેવલપર્સે 4.5 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ થયા બાદ 7 ટકાથી વધુ ડિસ્કાઉન્ટે ટ્રેડ થઈ રહ્યા હતા.
Muthoot Microfin Ltd.એ 960 કરોડના આઈપીઓની ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 291 સામે રૂ. 278ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ ઘટી 265.30નું રેકોર્ડ તળિયું નોંધાવ્યુ હતું. જો કે, બાદમાં સુધરી 280.80 થયો હતો. 10.30 વાગ્યે 6.46 ટકા ઘટાડે 272.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગ્રે માર્કેટમાં Muthoot Microfin માટે રૂ. 25 (9 ટકા) પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા.
મુથુટ માઈક્રોફિનના આઈપીઓને રોકાણકારોનો 12.30 ગણો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં રિટેલ 8 ગણો, એનઆઈઆઈ 13.87 ગણો અને ક્યુઆઈબી 18.35 ગણો ભરાયો હતો. આ NBFC ભારતના ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરીને મહિલા ગ્રાહકોને માઈક્રો લોન આપે છે. દક્ષિણ ભારતમાં કંપની 31 માર્ચ, 2023 સુધીમાં ગ્રોસ લોન પોર્ટફોલિયોની દ્રષ્ટિએ પાંચમી સૌથી મોટી અને ત્રીજી સૌથી મોટી NBFC-MFI (માઇક્રો-ફાઇનાન્સ સંસ્થા) છે.
Suraj Estate IPO
સુરજ એસ્ટેટ ડેવલપર્સના આઈપીઓએ ગ્રે માર્કેટમાં ચાલી રહેલા રૂ. 15 અર્થાત 4 ટકા પ્રીમિયમને બદલે 4.5 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે રૂ. 360ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 343.80ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ ઘટી 323.95 થયો હતો. ઉંચામાં 354.35 થયો છે. 10.42 વાગ્યે 4.61 ટકા ડિસ્કાઉન્ટે 343.40 પર કારોબાર થઈ રહ્યો હતો.
સુરજ એસ્ટેટનો આઈપીઓ ફુલ્લી 16.57 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી 25.74 ગણો, એનઆઈઆઈ 20.02 ગણો અને રિટેલ 9.85 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. કંપની ફંડામેન્ટલી સતત ગ્રોથ કરી રહી છે. તેમજ આઈપીઓ ફંડિંગનો ઉપયોગ વિસ્તરણ યોજનાઓ પૂર્ણ કરવા કરશે. કંપની 100 ટકા થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટર્સ પર નિર્ભર છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)