IPO NEWS: Tamilnad Mercantile Bank raises Rs. 363.53 crore from 10 anchor investors
તમિલનાડ મર્કેન્ટાઇલ બેંકે એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 363 કરોડ મેળવ્યા
તામિલનાડ મર્કેન્ટાઇલ બેંકે રૂ. 505- 525ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં આઇપીઓ પૂર્વે 10 એન્કર રોકાણકારો પાસેથી શેરદીઠ રૂ. 510ની કિંમતે 363.53 કરોડ મેળવ્યા છે. બેન્કે 71,28,000 ઇક્વિટી શેર્સ ફાળવ્યા છે. બેન્કની નોન-એન્કર ઓફર 05 સપ્ટેમ્બર, 2022 થી 07 સપ્ટેમ્બર, 2022 સુધી ખુલશે. બેન્કના આઇપીઓમાં 15,840,000 ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. બેંક ઈશ્યૂ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ બેંકની ભાવિ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા બેંકના ટિયર-1 મૂડી આધારને વધારવા માટે કરવાની દરખાસ્ત ધરાવે છે. તે ઉપરાંત RBI દ્વારા સમયાંતરે નિર્ધારિત મૂડી પર્યાપ્તતા પર નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કરવા માટે પણ બેન્ક આઇપીઓ યોજી રહી છે. ઓફર માટે પ્રાઈસ બેન્ડ ₹500 થી ₹525 પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. બિડ ઓછામાં ઓછા 28 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 28 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. એક્સિસ કેપિટલ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ લિમિટેડ અને SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઑફર માટે બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLMs) છે.
તાતા ગ્રુપની Tata Play (અગાઉ તાતા સ્કાય તરીકે ઓળખાતી) પણ IPO યોજવા માટે સજ્જ
નવી દિલ્હીઃ તાતા જૂથની TATA PLAYનો આઈપીઓ પાઇપલાઇનમાં છે. આવી શકે છે. TATA PLAY અગાઉ તાતા સ્કાય તરીકે ઓળખાતું હતું. TATA PLAYને ભારતીય બજારમાં લિસ્ટ કરવાના અનેક નિષ્ફળ પ્રયાસો બાદ આ બંને જૂથો TATA PLAYનો આઈપીઓ લાવવા માટે સંમત થયા છે. અગાઉ, ભારતમાં કંપનીને લિસ્ટિંગ કરવાના ઘણા પ્રયાસો સફળ થયા ન હતા. TATA PLAY વાસ્તવમાં તાતા ગ્રુપ અને વોલ્ટ ડિઝની ઈન્ડિયાનું સંયુક્ત સાહસ છે. કંપનીએ IPO માટે કોટક મહિન્દ્રા બેન્કની લીડ બેન્કર તરીકે નિમણૂક કરી છે. બીજી બાજુ, ભારતની સૌથી મોટી કોર્પોરેટ લો ફર્મ્સમાંની એક, સિરિલ અમરચંદ મંગલદાસ (CAM)ને આ IPO લિસ્ટિંગ માટે સલાહ આપવા એડવાઈઝર તરીકે પસંદ કરવામાં આવી છે.કંપની સપ્ટેમ્બર અંત સુધીમાં ડ્રાફ્ટ હિયરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરે તેવી શક્યતા છે. તાતા ગ્રુપની આશરે 15થી વધુ કંપનીઓ શેરબજાર પર લિસ્ટેડ છે.