IPO ખૂલશે18 સપ્ટેમ્બર
IPO બંધ થશે22 સપ્ટેમ્બર
એન્કર બિંડિંગ17 સપ્ટેમ્બર
ફેસ વેલ્યૂરૂ. 2
પ્રાઇસબેન્ડરૂ. 284 – 299
IPO સાઇઝરૂ. 560.29 કરોડ
લોટ સાઇઝ50  શેર્સ
લિસ્ટિંગBSE, NSE

અમદાવાદ, 17 સપ્ટેમ્બર: આઇવેલ્યુ ઇન્ફોસોલ્યુશન્સ લિમિટેડ પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સ નો IPO 18 સપ્ટેમ્બરના રોજખુલશે અને 22 સપ્ટેમ્બર બંધ થશે.  એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ 17 સપ્ટેમ્બર છે. ઓફરનો પ્રાઇઝ બેન્ડ રૂ. 284થી રૂ. 299 નક્કી કરવામાં આવ્યો છે. લઘુતમ 50 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 50 ઇક્વિટી શેર્સના ગુણાંક માટે બિડ્સ કરી શકાય છે.

લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને અનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ:

Ivalue Infosolutions Limited 2008 માં સ્થાપિત એન્ટરપ્રાઇઝ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં વિશેષતા ધરાવતી ટેકનોલોજી સેવાઓ અને સોલ્યુશન્સ પ્રદાતા છે. કંપની સમગ્ર ભારત SAARC પ્રદેશ અને દક્ષિણપૂર્વ એશિયામાં કાર્યરત છે. કંપની ડિજિટલ એપ્લિકેશન્સ અને ડેટાને સુરક્ષિત અને સંચાલિત કરવા માટે વ્યાપકહેતુ-નિર્મિત ઉકેલો પ્રદાન કરે છે. કંપની સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ, એન્ટરપ્રાઇઝ ગ્રાહકો અને OEM ને તકનીકી કુશળતા અને સંલગ્ન સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે.

આઇવેલ્યુ ઇન્ફોસોલ્યુશન્સ લિમિટેડનું મુખ્ય મથક બેંગ્લોરમાં છે અને ભારતમાં આઠ સ્થળોએ ઓફિસો ધરાવે છે, અને તે સિંગાપોર, બાંગ્લાદેશ, શ્રીલંકા, યુએઈ, કંબોડિયા અને કેન્યામાં આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે.

31 માર્ચ, 2025 નાણાકીય વર્ષ દરમિયાન, આઇવેલ્યુ ઇન્ફોસોલ્યુશન્સ લિમિટેડની આવકમાં 19% નો વધારો થયો છે અને કર પછીનો નફો (PAT) 21% નો વધારો થયો છે.

લીડ મેનેજર્સ: આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)